નવી દિલ્હી: શિવસેના (Shivsena)  સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) વીર સાવરકરનો વિરોધ કરનારાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો સાવરકર (Veer Savarkar) નો વિરોધ કરે છે તેઓ કોઈ પણ પક્ષના હોય તેમને આંદમાનની સેલ્યુલર જેલની કાલ કોટડીમાં બે દિવસ માટે મોકલી દેવા જોઈએ. ત્યારે તેમને સાવરકરનો ત્યાગ સમજમાં આવશે. સંજય રાઉતે કહ્યું કે ભારત રત્ન આપવાનો નિર્ણય કેન્દ્ર લે છે. અમારી માંગણી રહી છે કે તેમનું સન્માન થવું જોઈએ. પૃથ્વીરાજ ચૌહાણને માલુમ છે કે કોણે  કેટલો મોટો ત્યાગ કર્યો છે. અત્રે જણાવવાનું કે ચૌહાણે સાવરકરને ભારત રત્ન આપવાની માગણીનો વિરોધ કર્યો હતો. જો કે આ નિવેદન બાદ હોબાળો પણ થયો અને હવે શિવસેના લાગે છે કે ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગઈ છે. પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ રાઉતના નિવેદનથી અંતર જાળવતા કહ્યું કે તેમણે તેના પર સ્પષ્ટતા કરી દીધી છે અને તેનાથી ગઠબંધન પર કોઈ અસર થશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મૃતિનો કેજરીવાલ સરકાર પર પ્રહાર, 'નિર્ભયાના સગીર દોષિતને 10,000 રૂપિયા કેમ આપ્યાં?'


આદિત્યે કહ્યું કે શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધન મજબુત
આ બધા વચ્ચે સંજય રાઉતના નિવેદન પર શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે રાઉતે જે સંદર્ભમાં નિવેદન આપ્યું છે તે તેમણે સ્પષ્ટ કરી દીધુ છે. શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધન મજબુત છે અને અમે લોકો રાજ્યમાં વિકાસ માટે સાથે આવ્યાં છીએ. અમારા વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ હોઈ શકે છે. પરંતુ આજ તો લોકતંત્ર છે. ઈતિહાસ હોવા છતાં આપણે હાલના મુદ્દાઓ પર વાતચીત કરવાની જરૂર છે. 


Good News: કલમ 370 અને રામ મંદિરના મુદ્દા ઉકેલાયા બાદ ભારતને થયો આ મોટો ફાયદો


સાવરકરને ભારત રત્ન મળે તો કોંગ્રેસ કરશે વિરોધ-પૃથ્વરાજ ચૌહાણ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે શુક્રવારે કહ્યું હતું કે સાવરકરે અંગ્રેજો પાસે માફી માંગી તે વાત મીટાવી શકાય નહીં અને જો નરેન્દ્ર મોદી સરકાર તેમને ભારત રત્ન આપશે તો પાર્ટી તેનો વિરોધ કરશે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જટિલ અને વિવાદિત વ્યવક્તિત્વ સાવરકર અંગે કઈંક સારી અને કેટલીક ખરાબ બંને વાતો હતી. પરંતુ કોંગ્રેસના લોકોને જે વાત ખરાબ લાગે છે તેઓ તેના વિશે જ વાત કરશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...