નવી દિલ્હી : પ્રખ્યાત હરિયાણવી લોક કલાકાર સપના ચૌધરી પર્દાની દુનિયામાં ધુમ મચાવ્યા બાદ હવે રાજનીતિમાં પણ પોતાનું ભાગ્ય અજમાવવા માંગે છે. સપના ચૌધરી કોંગ્રેસ માટે પ્રચાર કરવા માંગે છે. સપના શુક્રવારે દિલ્હી ખાતે કોંગ્રેસ મુખ્યમથક પહોંચી અને ત્યાં હાલનાં નેતાઓ સાથે મુલાકાત કરી. કોંગ્રેસ મુખ્યમથક પહોંચેલી સપનાએ જણાવ્યું કે, તે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીથી ખુબ જ પ્રભાવિત છે અને આગામી સમયમાં તે પાર્ટી માટે પ્રચાર કરી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ મુખ્યમથક પહોંચ્યા બાદ સપનાએ પત્રકારોને કહ્યું કે, મને સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજી ખુબ જ ગમે છે. હું તેમને મળવા માટે આવી હતી પરંતુ તેમને નહોતી મળી શકી. આગામી સમયમાં હું તેમને જરૂર મળીશ. તેમ પુછવામાં આવતા કે કોંગ્રેસમાં સમાવિષ્ઠ થશે તો તેમણે કહ્યું કે, હું રાજનીતિમાં નહી આવું. હું પાર્ટી માટે પ્રચાર કરી શકું છું. કોંગ્રેસનાં એક પદાધિકારીએ કહ્યું કે, સપના ચૌધરીએ પાર્ટીનાં કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી છે. તેઓ કોંગ્રેસથી પ્રભાવિત છે અને ખાસ કરીને હરિયાણામાં પાર્ટી વધતા ગ્રાફને તે પણ અનુભવી રહ્યા છે. પાર્ટી સુત્રોના અનુસાર સપના ચૌધરીને હરિયાણામાં કોંગ્રેસનાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી શકે છે. 



સપના ચૌધરી એક હરિયાણવી ગાયીકા, ડાંસર અને અભિનેત્રી છે. તે ટીવી રિયાલિટી શો બિગ બોસ-11માં પણ ભાગ લઇ ચુક્યા છે અને સપનાએ નાનુની જાનુ, ભાંગ ઓર અને વીરે કી વેડિંગ જેવી કેટલીક ફિલ્મોમાં આઇટમ સોંગ પણ કર્યા છે. આંખ્યા કા કાજલ ગીત દ્વારા સપનાને એક નવી ઓળખ મળી છે.