ગુજરાતમાં સરદાર પટેલની મૂર્તિથી યૂપીમાં રાજકીય સમીકરણ ફિટ કરવાનો પ્રયાસ
આ એકતા ટ્રેનના માધ્યમથી યૂપીના લોકો ગુજરાત આવશે. 30 ઓક્ટોબરે વારાણસીથી કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ લીલી ઝંડી દેખાડી એકતા ટ્રેનને રવાના કરશે.
નવી દિલ્હી: ગુજરાતમાં 31 ઓક્ટોબરે સરદાર પટેલની મૂર્તિનું લોકાર્પણની સાથે ભાજપ યૂપીના રાજકીય સમીકરણ ફિટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપની યુપીમાં ઓબીસી મતદારો પર નજર છે એટલા માટે સરકારે 30 ઓક્ટોબરે સરદાર પટેલની મૂર્તિના લોકાર્પણના સમયે યૂપીના વારાણસીથી આણંદ સુધી સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. આ એકતા ટ્રેનના માધ્યમથી યૂપીના લોકો ગુજરાત આવશે. 30 ઓક્ટોબરે વારાણસીથી કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ લીલી ઝંડી દેખાડી એકતા ટ્રેનને રવાના કરશે.
વાંચવા માટે ક્લિક કરો: અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં આજે CJIની અધ્યક્ષતામાં નવી બેન્ચ કરશે મહત્વની સુનાવણી
આ એકતા ટ્રેન 30 ઓક્ટોબરની સવારે 9:30 વાગ્યે વારાણસીથી શરૂ થશે અને 31 ઓક્ટોબરની સવારે 11 વાગે ગુજરાતના આણંદ પહોંચશે. આ એકતા ટ્રેનના માધ્યમથી યૂપીના લોકો ગુજરાત આવશે. એકતા ટ્રેન સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદથી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સરદાર પટેલની જયંતી પર આગામી 31 ઓક્ટોબરે સરદાર પટેલની મૂર્તિનું લોકાપર્ણ કરશે.
વાંચવા માટે ક્લિક કરો: રામ મંદિર મુદ્દે આજથી સુપ્રીમ કોર્ટમાં ચાલુ થશે સુનવણી: રાજકીય ગરમા ગરમી વધી
‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ના દ્વારા પર્યટકોને આકર્ષિત કરશે ગુજરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને આશા છે કે આયરન મેન ઓફ ઇન્ડિયાના નામથી જાણીતી સરદાર વલ્લભભાઇ પટેલની વિશાળ પ્રતીમાથી રાજ્યમાં પર્યટનને વધારો મળશે. ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમાને દુનિયામાં સૌથી ઉંચી પ્રતિમાં ગણવામાં આવી રહી છે. આ પ્રતિમાને સ્ટેસ્ટૂ ઓફ યૂનિટીનું નામ આપવામાં આવ્યું છે.
J&K: ઘરે જવા માટે લુક બદલ્યો, દાઢી કરી છતા પણ આતંકવાદીઓએ ઠાર માર્યા
આ પરિયોજના (સ્ટેચ્યૂ ઓફ યુનિટી)ની સાળસંભાળ કરી રહેલા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએસ)ના ચેરમેન તેમજ પ્રબંધ નિર્દેશક એસ.એસ. રાઠોડે પત્રકારોના એક ગ્રૃપને કહ્યું હતું કે, ‘અત્યારે આ ગેલેરીનું છેલ્લુ રૂપ આપવામાં આવી રહ્યું છે. 153 મીટર ઉપર સ્થિત છે. આ ગેલેરીમાં એક સમયે 200 પર્યટકોનો સમાવેશ થઇ શકે છે. ત્યાંથી સરદાર સરોવર ડેમ અને સાતપુડા તેમજ વિંધ્યની પર્વતી શ્રૃખલા તથા અન્ય જગ્યાઓનો નજારો જોઇ શકાશે.
(ઇનપુટ આઇએએનએસ)