કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝે સરદાર પટેલનું નામ લઈ કરી મોટી કમેન્ટ, ઉભો થયો વિવાદ
પોતાના પુસ્તકના લોન્ચિંગ વખતે સૈફુદ્દીને આ વાત કરી છે
નવી દિલ્હી : કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સોઝે જમ્મુ-કાશ્મીર મામલે ફરીથી વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સરદાર પટેલ વ્યવહારિક હતા અને તેમણે લિયાકત અલી ખાન (તત્કાલીન પાકિસ્તાન વડાપ્રધાન) પાસે પાકિસ્તાનને કાશ્મીર આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સરદાર પટેલ હંમેશા ઇચ્છતા હતા કે કાશ્મીરનો વિલય પાકિસ્તાનમાં થઈ જાય. જોકે, તત્કાલીન ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નેહરુ આવું નહોતા ઇચ્છતા અને તેમના કારણે જ અત્યારે જમ્મુ-કાશ્મીર ભારત પાસે છે. પોતાના પુસ્તકના લોન્ચિંગ વખતે સૈફુદ્દીન સોઝે કહ્યું કે સરદાર પટેલ કાશ્મીરને પાકિસ્તાનને આપી દેવા માગતા હતા.
દેશના સમાચાર જાણવા કરો ક્લિક...