દરેક નાગરિક ઈચ્છે છે આવો સરપંચ, મેનીફેસ્ટોમાં નબળી કોઈ વાત નહીં, વાંચીને ઉભા થઈ જશે વાળ
ચૂંટણીઓ આવતા જ રાજનેતાઓ મતદારોને રિઝવવા માટે વાયદાઓ કરતા હોય છે. કેટલાક વાયદાઓ તો પુરા થઈ શકે તેવા હોય છે, જ્યારે કેટલાક વાયદાઓ એવા હોય છે કે જેના વિશે જાણીને તમે વિચારમાં પડી જાઓ કે શું હકિકતમાં આવા વાયદાઓ પુરા થઈ શકે છે.
દિપક પદમશાળી: સોશિયલ મીડિયા પર હાલ એક સરપંચ ઉમેદવારના અજીબો ગરીબ વાયદાઓની ચર્ચા થઈ રહી છે. હરિયાણામાં સરપંચની ચૂંટણીમાં એક ઉમેદવારે એવા એવા વાયદાઓ કર્યા છે કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો અને સાથે સાથે તમે તમારી હસી પર કંટ્રોલ પણ નહીં કરી શકો. તો કેવા છે સરપંચ ઉમેદવારના અજીબો ગરીબ વાયદાઓ વાંચો.
ચૂંટણીઓ આવતા જ રાજનેતાઓ મતદારોને રિઝવવા માટે વાયદાઓ કરતા હોય છે. કેટલાક વાયદાઓ તો પુરા થઈ શકે તેવા હોય છે, જ્યારે કેટલાક વાયદાઓ એવા હોય છે કે જેના વિશે જાણીને તમે વિચારમાં પડી જાઓ કે શું હકિકતમાં આવા વાયદાઓ પુરા થઈ શકે છે. તમને થતું હશે કે અમે ચૂંટણીના વાયદાઓની વાત કેમ કરી રહ્યા છીએ તો સોશિયલ મીડિયા પર એક સરપંચ ઉમેદવારના ચૂંટણી વાયદાના પોસ્ટરની ચર્ચા થઈ રહી છે. નજીકના સમયમાં જ હરિયાણામાં સરપંચની ચૂંટણી થવા જઈ રહી છે. આવામાં હરિયાણાના એક સરપંચના ઉમેદવારે એવા એવા વાયદાઓ કરી નાંખ્યા કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો.
સરપંચ ઉમેદવારે મતદારોને 13 વાયદાઓ કર્યા છે કે એકથી એક ચઢિયાતા છે. તો કેવા છે સરપંચ ઉમેદવારના અજીબો ગરીબ વાયદાઓ...તમે એક પોસ્ટર જોઈ શકો છો..હરિયાણાના સોનીપતના સિરસાઢ ગામમાં સરપંચની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર છે જયકરણ લઠવાલ. પોસ્ટરમાં પહેલા તો આ જનાબના ખુબ વખાણ કરવામાં આવ્યા છે. ઉમેદવાર વિશે લખવામાં આવ્યું છે કે તેઓ શિક્ષિત, મહેનતી, કર્મઠ, ઝુઝારુ, ઈમાનદાર ઉમેદવાર છે. હવે ઉમેદવારે જે વાયદાઓ કર્યા છે તે તેના વિશે પણ જાણી લો. આ જનાબ સરપંચ બની ગયા તો કેવી રીતે ગામની કાયાપલટ કરી નાંખશે તે વિચારવા જેવી બાબત છે.
સરપંચ ઉમેદવારના અજીબો ગરીબ વાયદાઓ
- ગામમાં 3 એરપોર્ટ બનાવડાવશે
- મહિલાઓને ફ્રી મેક અપ કિટ આપવામાં આવશે
- ગામમાં પેટ્રોલ 20 રૂપિયા પ્રતિ લીટર મળશે
- ગામના દરેક પરિવારને એક બાઈક મફત
- GST નાબૂદ
- નશેડીઓને દરરોજ એક બોટલ દારૂ મફત
- ગામના દરેક યુવકને સરકારી નોકરી
- ગામમાં ફ્રી વાઈ-ફાઈની સુવિધા
- રસોઈ ગેસની કિંમત 100 રૂપિયા
- ગામમાં સરપંચ દ્રારા દરરોજ મન કી બાત
- સિરસાઢથી ગોહાના માટે દર પાંચ મિનીટે હેલિકોપ્ટરની સુવિધા
આ વાયદાઓ વિશે જાણીને લોકોના મનમાં સવાલ આવી રહ્યો છે કે આવું તો પ્રધાનમંત્રી પદના ઉંમેદવાર પણ વિચારી ન શકે. સોશિયલ મીડિયા પર સરપંચ ઉમેદવારના વાયદાનું પોસ્ટર વાયરલ છે અને આ સરપંચ ઉમેદવારના વાયદાઓની ચર્ચા થઈ રહી છે સાથે સાથે કેટલાક લોકો તો આ વાયદાઓની મજા લઈને આ ગામમાં શિફ્ટ થવાની વાત કહી રહ્યા છે.