શનિ જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે ત્યારે ખાસ રાશિ સહિત તમામ રાશિઓ પર અસર પડતી હોય છે. આથી જ્યોતિષ શાસ્ત્રમાં શનિના રાશિ પરિવર્તનને ખાસ મહત્વ અપાયું છે. શનિદેવ દર અઢી વર્ષે રાશિ બદલે છે. 2022માં શનિ પોતાની રાશિ બદલવાના છે. કુંભ રાશિમાં શનિદેવ 30 વર્ષ બાદ પ્રવેશ કરવાના છે. શનિના કુંભ રાશિમાં પ્રવેશવાથી રાશિઓ પર તેની શું અસર પડશે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંભ
કુંભ રાશિના જાતકોને બીમારીઓ પરેશાન કરશે. સ્વાસ્થ્ય અંગે ખાસ ધ્યાન રાખવું પડશે. પૈસાની તંગી પરેશાન કરી શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે. પરિવારમાં કોઈ પ્રકારનો વિવાદ પરેશાની વધારશે. નોકરીમાં વર્કપ્લેસ પર ઢગલો મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. 


કર્ક 
વર્ષ 2022માં શનિના કુંભ રાશિમાં જવાથી કર્ક રાશિ પર તેનો પ્રભાવ શુભ નહીં હોય. આર્થિક પરેશાની વધશે. કોઈની સાથે નોકરી કે વેપારમાં પરેશાનીઓ વધશે. આર્થિક રોકાણને લઈને ખાસ ધ્યાન રાખવું પડશે. કોઈ નવા કામની શરૂઆતમાં પરેશાની રહેશે. 


તુલા
તુલા રાશિના જાતકો માટે શનિનું પરિવર્તન સારું નહીં રહે. પિતાની સંપત્તિને લઈને પરિવારમાં વિવાદ થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં નોકરી વેપારમાં કઈક હદે પરેશાની રહેશે. 


વૃશ્ચિક
2022માં શનિના પ્રભાવથી કષ્ટોનો સામનો કરવો પડશે. કામમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. આ ઉપરાંત નોકરીમાં પણ મન નહીં લાગે. જેના કારણે માનસિક મુશ્કેલીઓ રહેશે. જીવનસાથી સાથે તણાવ રહેશે. 


વૃષભ, કન્યા અને સિંહ
શનિદેવની 2022માં કુંભ, ધનુ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક અને મીન રાશિ પર ખાસ અસર જોવા મળશે. આ ઉપરાંત વૃષભ, કન્યા, અને સિંહ રાશિના જાતકો પર શનિના રાશિ પરિવર્તનની ખાસ અસર જોવા મળશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube