ખોટા રસ્તા પર ચાલી રહ્યાં છે PM મોદી અને ગૃહમંત્રી શાહ, મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકનો પત્ર
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે એકવાર ફરી કિસાન આંદોલનનું સમર્થન કર્યુ છે. તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને લઈને કહ્યુ કે, તે ખોટા માર્ગે જઈ રહ્યાં છે.
ચંડીગઢઃ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે એકવાર ફરી કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા કિસાનોનું સમર્થન કર્યુ છે. તેમણે દાદરીના અપક્ષ ધારાસભ્ય અને સાંગવાન ખાપ-40ના પ્રધાન સોમબીર સાંગવાનને પત્ર મોકલ્યો છે, જેમાં કિસાન આંદોલનને યોગ્ય ગણાવ્યુ છે. આ પત્રમાં મલિકે કહ્યુ કે, તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને તે જણાવવાનો પ્રયાસ કર્યો કે તે ખોટા રસ્તા પર છે. તે કિસાનોને દબાવવાનો, ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ ન કરે.
ઉલ્લેખનીય છે કો સોમબીર સાંગવાને કિસાનોની માંગોને લઈને હરિયાણાની ભાજપ-જેપીપી ગઠબંધન સરકારમાંથી પોતાનું સમર્થન પરત લઈ લીધુ છે. પાછલા મહિને દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરહદો પર કિસાનો ધરણા પર બેઠા છે. આ મુદ્દા પર સાંગવાને રાજ્યપાલ સત્યપાલ મલિકને પત્ર લખ્યો હતો. તેના જવાબમાં મલિકે લખ્યુ કે, કિસાનોએ દિલ્હીથી ખાલી હાથે પરત ન મોકલવા જોઈએ.
આ પણ વાંચોઃ શરૂઆતમાં કેમ સસ્તી હતી COVID વેક્સિન, હવે કેમ મોંઘી? સીરમે જણાવ્યું કારણ
કિસાન આંદોલનને દબાવી શકાય નહીં
પત્રમાં રાજ્યપાલે લખ્યુ છે- કિસાનોના પ્રદર્શનને લઈને હું પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સાથે મુલાકાત કરી ચુક્યો છું. મેં તેમને કિસાનોની વ્યાજબી માંગો માનવા અને તેની સાથે ન્યાય કરવાની સલાહ આપી હતી. મેં તેમને તે પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે કિસાનોનું વિરોધ પ્રદર્શન દબાવી શકાય નહીં. કેન્દ્ર સરકારે તેની માંગો સ્વીકારવી જોઈએ. હું ભવિષ્યમાં આ પ્રકારનો પ્રયાસ કરતો રહીશ. જે પણ સંભવ થશે તે કરીશ.
કેન્દ્ર સરકારનો ઇરાદો યોગ્ય નથી, દુખ પણ વ્યક્ત ન કર્યુ
સાંગવાનને લખેલા પત્રમાં રાજ્યપાલ મલિક લખે છે- હું મેના પ્રથમ સપ્તાહમાં દિલ્હી આવી રહ્યો છું. આ સંબંધિત બધા નેતાઓનો સંપર્ક કરી કિસાનોના પક્ષમાં તેને સહમત કરવાનો પ્રયાસ કરીશ. આંદોલનને કારણે 300થી વધુ કિસાનો ગુમાવવા દુખદ છે. તેમ છતાં કેન્દ્ર સરકારે આ કિસાનો પ્રત્યે સંવેદનમાં એક શબ્દ કહ્યો નથી. કેન્દ્ર સરકારનો ઇરાદો ઠીક નથી અને તે આંદોલન તોડવા અને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. કિસાનો શુભેચ્છાને પાત્ર છે જેણે આ બધા વચ્ચે શાંતિપૂર્ણ રીતે શાનદાર અને લાંબી લડાઈ લડી રહ્યાં છે.
Maharashtra: નશો કરવા માટે હેન્ડ સેનેટાઇઝર પી લેતા સાત લોકોના મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube