નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે હાલ શિયાળાની સિઝનમાં પણ માહોલ ગરમ થઈ ગયો છે. નેતાઓની આક્ષેપબાજીને કારણે હાલ માહોલ તંગ બન્યો છે. એમાંય ગુજરાતની ચૂંટણીની અસર દેશભરમાં જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિમાં કેજરીવાલના પૂર્વ મંત્રી જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ લેતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભાજપે પોસ્ટ કરી પર્દાફાશ કર્યો છે. આ વીડિયો સામે આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ અચંભિત થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને કારણે દેશભરમાં એક પ્રકારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૌર ચાલી રહ્યો છે. ત્યાં કેજરીવાલ સરકારના એક આરોપી મંત્રીનો વીડિયો સામે આવતા હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છેકે, આવક કરતાં વધુ સંપત્તિ અને મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન ફરી વિવાદમાં આવ્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પોસ્ટ કરેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ કોર્ટમાં એફિડેવિટ અને કેટલાક ફોટોગ્રાફ્સ આપીને આ અંગે ફરિયાદ પણ કરી હતી.


દિલ્હીની તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના કુલ ત્રણ વીડિયો સામે આવ્યા છે. આને સીસીટીવી ફૂટેજ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ, માથા અને શરીર પર મસાજ કરાવી રહ્યા છે. EDએ થોડા સમય પહેલાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં VVIP ટ્રીટમેન્ટ મળી રહી છે. આ વીડિયો સપ્ટેમ્બર મહિનાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube