SBI ના ખાતાધારકો માટે મહત્વના સમાચાર, બેંકે ગ્રાહકોને ચેતવ્યા, જાણો શું કહ્યું
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે તેઓ તમામ પ્રકારની છેતરપિંડીથી બચે. આ સાથે બેંકે લોકોને એક નવા પ્રકારની છેતરપિંડી વિશે જણાવ્યું છે અને તેનાથી બચવાની સલાહ આપી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે તેઓ તમામ પ્રકારની છેતરપિંડીથી બચે. આ સાથે બેંકે લોકોને એક નવા પ્રકારની છેતરપિંડી વિશે જણાવ્યું છે અને તેનાથી બચવાની સલાહ આપી છે.
જો તમારું એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં છે, તો તમારે આ સમાચાર પર ધ્યાન આપવું જોઈએ. તાજેતરમાં, છેતરપિંડી કરનારાઓએ લોકોને મૂર્ખ બનાવવા અને તેમની બેંકોમાંથી નાણાં ઉપાડવા માટે એક નવી યુક્તિ શોધી કાઢી છે. ઘણા લોકો આ નવા પ્રકારની છેતરપિંડીમાં ફસાઈને તેમના પૈસા ગુમાવી રહ્યા છે. તેથી, SBIએ આ માટે એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને આ પ્રકારની છેતરપિંડીથી બચવાની સલાહ આપી છે.
સર્વેના નામે છેતરપિંડી
છેતરપિંડી કરનારાઓનું એક જૂથ લોકોને એક પ્રકારના સર્વેમાં ભાગ લેવા માટે મેસેજ કરી રહ્યું છે. અને જો તેઓ આ સર્વેમાં જીતશે તો તેમને ગિફ્ટ કાર્ડ અથવા રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. લાલચમાં આવીને લોકો સર્વેના નામે તેમની મહત્વપૂર્ણ વિગતો આપી રહ્યા છે અને પછી છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે.
ડાન્સ કરતા કરતા અચાનક 19 વર્ષના યુવકને આવ્યું મોતનું તેડું, Viral Video જોઈ શોક થશો
Video: Mayya Mayya ગીત પર છોકરીએ કર્યો હોટ બેલી ડાન્સ, લોકો પાણી પાણી થઈ ગયા
ટ્રેનની અંદર બિન્દાસ્ત સિગરેટ પીતી જોવા મળી છોકરી, Video વાયરલ થયા પછી જે થયું...
SBIએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું છે કે આવા મેસેદજ અથવા સર્વે ટાળવા જોઈએ જે તમારી વ્યક્તિગત વિગતો વિશે માહિતી માંગે છે. આ સાથે છેતરપિંડીની માહિતી આપવા માટે સાયબર ક્રાઈમનો રિપોર્ટ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube