પ્રદીપ શર્મા, ભીંડ: મધ્ય પ્રદેશના ભીંડમાં એક વ્યક્તિએ પીએમ મોદીના ચૂંટણી ભાષણોને કઈંક વધારે પડતા જ ગંભીરતાથી લઈ લીધા જેના કારણે હવે તેણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે અહીં ક્યાંકને ક્યાંક બેન્કની પણ ભૂલ છે. વાત જાણે એમ છે કે એક જ નામવાળા બે વ્યક્તિઓના ખાતા બેન્કે એક જ નંબર ફાળવીને ખોલી નાખ્યાં. હવે એક વ્યક્તિ બેન્કમાં પૈસા જમા કરતો રહ્યો અને બીજો જઈને કાઢી લેતો હતો. આ મામલે જ્યારે ખુલાસો થયો તો પૈસા કાઢનારા વ્યક્તિએ કહ્યું કે મને લાગે છે કે મોદી સરકાર મારા ખાતામાં પૈસા નાખી રહી છે અને હું મારી જરૂરિયાત મુજબ પૈસા કાઢતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આખો મામલો ભીંડના આલમપુરમાં આવેલી એસબીઆઈ(SBI) બેન્કની એક શાખાનો છે. આલમપુર કસ્બાથી ચાર કિલોમીટર દૂર પર આવેલા ગ્રામ રૂરઈ નિવાસી હુકુમ સિંહ કુશવાહા વધારે ભણેલા ગણેલા તો નથી. તેઓ પોતાના પરિવારને ચલાવવા માટે હરિયાણામાં પાણીપૂરીની લારી ચલાવે છે. વર્ષ 2016માં તેણે આલમપુર સ્થિત એસબીઆઈ  બેન્કમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. તેના બે વર્ષ બાદ દબોહ પાસે સ્થિત ગ્રામ રોની નિવાસી હુકુમ સિંહ બઘેલે પણ આ જ શાખામાં પોતાનું ખાતું ખોલાવ્યું. બેન્કની બેદરકારીના કારણે બંને વ્યક્તિઓને એક જ ખાતા નંબર આપી દેવાયો. 


હુકુમ સિંહ કુશવાહા ખાતુ ખોલાવીને રોજગારી રળવા માટે હરિયાણા જતો રહ્યો. જ્યારે પણ તે ઘરે આવતો ત્યારે પોતાની કમાણીમાંથી બચેલા પૈસા ખાતામાં જમા કરાવતો હતો. આ બાજુ રોની નિવાસી હુકુમ સિંહ બઘેલ બેન્ક પહોંચીને પૈસા કાઢી લેતો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube