નવી દિલ્હી : કેન્દ્ર સરકાર એસસી/એસટી સમાજના કર્મચારીઓને પ્રમોશનમાં અનામતનો લાભ આપતું રહેશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ મામલામાં સુનાવણી કરતા કહ્યું કે આ મામલો કોન્સ્ટિટ્યુશન બેચ પાસે છે અને આ કારણે એના પર અંતિમ નિર્ણય લેવાનો અધિકાર પણ તેમની પાસે જ છે. આ બેચ જ્યા સુધી આ મામલે અંતિમ નિર્ણય નહીં લઈ લે ત્યાં સુધી કેન્દ્ર સરકાર એસસી/એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપતી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક એવી નોકરી જે જોઈતી હોય તો જવું પડશે બોસ સાથે ડેટ પર! પગાર છે 67 લાખ રૂ.


સુનાવણી દરમિયાન સરકાર તરફથી દલીલ રજૂ કરવા પહોંચેલા એડિશનલ સોલિસિટર જનરલ મનિંદર સિંહે કહ્યું કે કર્મચારીઓને પ્રમોશન આપવું એ સરકારની જવાબદારીાછે. દેશની અલગ-અલગ હાઇ કોર્ટના નિર્ણયના પગલે કેન્દ્ર સરકાર એસસી/એસટી સમાજના કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકતી નહોતી. હવે સુપ્રીમ કોર્ટે આ તમામ નિર્ણયો પર પ્રતિબંધ મૂકીને સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકાર પ્રમોશનમાં અનામત આપી શકે છે. 


પર્સનલ ડિપાર્ટમેન્ટે 30 સપ્ટેમ્બર, 2016ના દિવસે એક આદેશ જાહેર કર્યો હતો જેમાં પ્રમોશનમાં અનામત પર પ્રતિબંદ મૂકી દીધો હતો. આ આદેશ પછી દલિત સમાજથી આવતા સરકારી કર્મચારી પ્રમોશન માટે સરકાર પર દબાણ કરી રહ્યા હતા. લોકજન શક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાને બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરીને આ માગણીને ન્યાય આપવાની ડિમાન્ડ કરી હતી.  આ પછી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેના પર કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. 


દેશના બીજા રસપ્રદ સમાચાર જાણવા કરો ક્લિક