સમાન નાગરિકતા માટે કોઇ પણ સરકારે હજી સુધી કોઇ નક્કર પગલા નથી લીધા: સુપ્રીમ
સમાન નાગરિકા સંહિતા (Uniform Civil Code) મુદ્દે સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે મોટી ટીપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, સમાન નાગરિકતા સંહિતા અત્યાર સુધી કોઇ નક્કર પ્રયાસો કરવામાં નથી આવ્યા. સુપ્રીમ કોર્ટે એક સંપત્તિ વિવાદ મુદ્દે શુક્રવારે કરેલા એક નિર્ણય અંગે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, દેશનાં તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે અત્યાર સુધી કોઇ પ્રયાસ કર્યો નથી, જ્યારે સુપ્રીમ કોર્ટ આ અંગે અનેક વખત કહી ચુક્યું છે.
નવી દિલ્હી : સમાન નાગરિકા સંહિતા (Uniform Civil Code) મુદ્દે સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે મોટી ટીપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, સમાન નાગરિકતા સંહિતા અત્યાર સુધી કોઇ નક્કર પ્રયાસો કરવામાં નથી આવ્યા. સુપ્રીમ કોર્ટે એક સંપત્તિ વિવાદ મુદ્દે શુક્રવારે કરેલા એક નિર્ણય અંગે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, દેશનાં તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે અત્યાર સુધી કોઇ પ્રયાસ કર્યો નથી, જ્યારે સુપ્રીમ કોર્ટ આ અંગે અનેક વખત કહી ચુક્યું છે.
પાકિસ્તાન SCO બેઠકનો બહિષ્કાર કર્યો પણ અધિકારીઓ ખાવા પહોંચી ગયા !
કોર્ટે પોતાનાં ચુકાદામાં કહ્યું કે, ગોવા ભારતીય રાજ્યો માટે એક ઉત્તમ ઉદાહરણ છે. જેણે સમાન નાગરિક સંહિતા લાગુ કરી છે. જેમાં તમામ ધર્મોની ચિંતા કર્યા વગર તેને લાગુ કરી દેવામાં આવ્યું છે. કેટલાક સીમિત અધિકારોને બાદ કરતા તમામ નાગરિકો માટે કાયદો એક સમાન છે. કોર્ટે કહ્યું કે, ગોવા રાજ્યમાં લાગુ પોર્ટુગીઝ નાગરિક સંહિતા 1867 છે જે ઉત્તરાધિકાર અને વારસાના અધિકારને પણ સંચાલિત કરે છે. જ્યારે ભારતે કહ્યું પણ ગોવાની બહાર આ પ્રકારના કાયદાઓ લાગુ નથી.
શ્રીમદ્ ભગવત ગીતાથી પ્રેરિત છે સંવિધાન, મુળ કોપીમાં રામ,કૃષ્ણની તસવીરો: રવિશંકર પ્રસાદ
શારદા ચિટફંડ કેસ: કોલકાતાના પૂર્વ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી CBI ટીમ
સમાન નાગરિક સંહિતા લાગુ થવા અંગે દેશમાં બધા માટે એક કાયદો હશે, પછી તે કોઇ પણ ધર્મનો કેમ ન હોય. સમાન નાગરિક સંહિતા એક સેક્યુલર એટલે કે પંથનિરપેક્ષ કાયદો છે. જે કોઇ પણ ધર્મ અથવા જાતીનાં તમામ અંગત કાયદાઓ પર હોય છે. અનુચ્છેદ -44 હેઠળ સંવિધાનમાં સમાન નાગરિક સંહિતાને લાગુ કરવામાં રાજ્યોની જવાબદારી ગણાવે છે, જો કે તે માત્ર આજતક ગોવા સિવાય કોઇ પણ રાજ્યમાં લાગુ થઇ શક્યો નથી.
ભારતમાં દર મિનિટે થાય છે સેંકડો સાઇબર એટેક, વર્ષે અધધધ આટલા કરોડનો ચુનો લાગે છે!
એક કાયદો હોવાથી દેશની રાજનીતિ પર પણ અસર પડસે. તેના કારણે વોટબેંકના રાજકારણ નબળું પડી જશે. કાયદા પંચે 7 ઓક્ટોબર, 2016ના રોજ સમાન નાગરિક સંહિતા અંગે લોકો પાસે મંતવ્યો માંગ્યા હતા. તેમાં 16 સવાલ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ પંચે કહ્યું કે, જો હાલનાં પર્સનલ લોમાં સુધારો કરી દેવામાં આવે અને ધાર્મિક પરંપરાઓ અને મુળ અધિકારીઓ વચ્ચે તાલમેલ યોગ્ય કરવામાં આવે તો સમાન નાગરિક સંહિતાની જરૂર નહી પડે. એક તરફ ભારતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુડાન અને ઇજીપ્ત જેવા અનેક દેશો આ કાયદાને લાગુ કરી ચુક્યા છે.