નવી દિલ્હીઃ ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી આજે મોટી રાહત મળી છે. તેની વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલા કેસને સર્વોચ્ચ અદાલતે દિલ્હી ટ્રાન્સફર કરી દીધા છે. આ પહેલાં 19 જુલાઈએ જસ્ટિસ સૂર્યકાંત અને જમશેદ પારડીવાલાની બેંચે પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી મામલામાં નૂપુરની ધરપકડ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સાથે 8 રાજ્યોમાં નોંધાયેલી FIR દિલ્હી ટ્રાન્સફર કરવાની નોટિસ જારી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનાવણી દરમિયાન આજે નૂપુરના વકીલ મનિંદર સિંહે કહ્યું કે ઘણા પક્ષોના જવાબ આવ્યા નથી. પશ્ચિમ બંગાળથી અમને વારંવાર સમન્સ આવી રહ્યું છે. તેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યુ કે અમે દંડાત્મક કાર્યવાહી પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારબાદ મનિંદરે કહ્યુ કે તે સારૂ થશે જો બધા કેસ દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવે.


ત્યારબાદ જસ્ટિસે પૂછ્યુ કે 19 જુલાઈએ અમારી સુનાવણી બાદ શું કોઈ અન્ય FIR થઈ છે? જસ્ટિસે કહ્યુ કે, અમે બધી FIR ને એક સાથે દિલ્હી ટ્રાન્સફર કરી દેશું. તેના પર મનિંદરે કહ્યુ કે, FIR રદ્દ કરવવા માટે પણ દિલ્હી હાઈકોર્ટમાં અરજીને મંજૂરી મળે. તેના પર જજે કહ્યું કે હા તે કરવામાં આવશે. 


શું બોલ્યા પશ્ચિમ બંગાળના વકીલ?
ત્યારબાદ પશ્ચિમ બંગાળના વકીલ મેનકા ગુરૂસ્વામીએ કહ્યું કે દિલ્હીમાં નોંધાયેલી જે FIRને પહેલી FIR ગણાવવામાં આવી રહી છે, તેમાં નૂપુર આરોપી નહીં ફરિયાદકર્તા છે. જજે કહ્યું તો પહેલી FIR કઈ છે, જેમાં નૂપુર આરોપી છે? મેનકાએ જણાવ્યું કે તે FIR મુંબઈની છે. 


આ પણ વાંચોઃ Shocking: શું તમે પણ ગૂગલ મેપનો ઉપયોગ કરો છો? આ સમાચાર તમારા હોશ ઉડાવી દેશે  


મનિંદર સિંહે તેના પર કહ્યું કે નૂપુરના જીવ પર ખતરાને ધ્યાનમાં રાખવામાં આવે. જસ્ટિસે કહ્યું કે અમે દિલ્હીમાં ટ્રાન્સફર કરીશું. મેનકાએ તેના પર વ વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે આ ખોટું હશે. પ્રથમ એફઆઈઆર મુંબઈની છે. તેના પર જસ્ટિસે કહ્યું કે તપાસ એજન્સી (દિલ્હી પોલીસ) પોતાનું કામ કરી લેશે. 


કોર્ટનો આદેશ
જસ્ટિસ સૂર્યકાંતે આદેશમાં કહ્યુ, અરજીકર્તા (નૂપુર શર્મા) એ તેના પર નોંધાયેલી એફઆઈઆર રદ્દ કરવા કે પછી દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી જેથી એક જ એજન્સી તપાસ કરે. 1 જુલાઈએ અમે માંગ નકારી હતી. પરંતુ બાદમાં નવા તથ્ય અમારી સામે આવ્યા. 


કોર્ટે કહ્યું કે અમે એફઆઈઆર રદ્દ કરવાની માંગ પર કોઈ આદેશ આપી રહ્યાં નથી. તે માટે અરજીકર્તા દિલ્હી હાઈકોર્ટમાં જઈ શકે છે. અમે અરજીકર્તાના જીવ પર ગંભીર ખરતા પર વિચાર કર્યો છે. અમે તમામ એફઆઈઆર દિલ્હી ટ્રાન્સફર કરી રહ્યાં છીએ. બધાની તપાસ દિલ્હી પોલીસ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube