Shocking: શું તમે પણ ગૂગલ મેપનો ઉપયોગ કરો છો? આ સમાચાર તમારા હોશ ઉડાવી દેશે
Ajab Gajab News: આ ઘટના ત્યારે થઈ જ્યારે પરિવાર રાત્રે 10.30 કલાક આસપાસ કેરલના અર્નાકુલમથી કમ્ભનાડ જઈ રહ્યો હતો.
Trending Photos
એર્નાકુલમઃ અજાણ્યા રસ્તા પર આપણે અને તમે કઈ રીતે ગૂગલ મેપનો સહારો લઈએ છીએ. ગૂગલ મેપ્સને લઈને ઘણા લોકોની ફરિયાદ હોય છે કે મેપે તેનો રસ્તો મુશ્કેલ બનાવ્યો છે. શું તમે ક્યારેય ગૂગલ મેપના સહારે કોઈ એવા રસ્તા પર નિકળી ગયા, જે તમારી મંજિલ સુધી ન જતો હોય.
આવો એક મામલો કેરલમાં સામે આવ્યો છે, આ સમાચાર વાંચી તમારો ગૂગલ મેપ પર વિશ્વાસ ઉઠી જશે. રિપોર્ટ પ્રમાણે ચાર લોકોના પરિવાર ગૂગલ મેપ્સ દ્વારા રસ્તના શોધ કરી પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યો હતો.
તેની આગામી ક્ષણે આ પરિવાર સાથે જે થયું તેની કોઈને આશા નહોતી. ડ્રાઇવર ગૂગલ મેપે દેખાડેલા રસ્તા પર આગળ વધી રહ્યો હતો તો ત્યારે તેની કાર નહેરમાં પડી.
હાજર લોકોએ બચાવ્યો જીવ
ભાગ્યનો સાથ હતો કે આ પરિવાર કારમાંથી બહાર નિકળી ગયો અને બધાના જીવ બચી ગયા. ચાર લોકોના પરિવારમાં એક ત્રણ મહિનાનું બાળક પણ સામેલ હતું. હકીકતમાં હાજર લોકોએ કાર નહેરમાં પડતી જોઈ અને ત્યાં પહોંચી લોકોના જીવ બચાવી લીધા હતા.
આ પણ વાંચોઃ નીતિશકુમારે PM પદની દાવેદારી પર આપ્યું મોટું નિવેદન, '2014માં જે આવ્યા હતા તેઓ 2024માં...'
રિપોર્ટ પ્રમાણે ડ્રાઇવર ગૂગલ મેપના નિર્દેશ પ્રમાણે કાર ચલાવી રહ્યો હતો, જેના કારણે કાર નહેરમાં પડી. પરિવાર ગૂગલ મેપની મદદથી કેરલમાં ડુમ્બનાડ જઈ રહ્યો હતો. જ્યારે તેની કાર નહેરની પાસે પહોંચી, તો મેપે તેને સીધા ચાલવાનું જણાવ્યું હતું.
ડ્રાઇવરને પણ રોડ પર કોઈ વળાંક જોવા મળ્યો નહીં અને કાર નહેરમાં પડી. રાત્રીનો સમય હોવાને કારણે પણ ડ્રાઇવરને મુશ્કેલી પડી હતી. આવા અન્ય મામલા પણ સામે આવી ચુક્યા છે, જ્યારે ગૂગલ મેપના ચક્કરમાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે