સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાનીઓએ આપી ધમકી, SFJ તરફથી આવ્યા ઓટોમેટેડ ફોન કોલ
સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાન સમર્થકોએ ધમકી આપી છે. આ કોલ્સ ઈગ્લેન્ડના નંબરથી કરાયા છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાન સમર્થકોએ ધમકી આપી છે. આ કોલ્સ ઈગ્લેન્ડના નંબરથી કરાયા છે. શીખ ફોર જસ્ટિસ તરફથી વકીલોને ઓટોમેટેડ ફોન કોલ્સ આવ્યા છે.
સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાનીઓની ધમકી?
એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાન સમર્થકોએ ધમકી આપી છે. આ કોલ્સ ઈંગ્લેન્ડના નંબરથી કરાયા છે. શીખ ફોર જસ્ટિસ (Sikh For Justice) તરફથી વકીલોને ઓટોમેટેડ ફોન કોલ્સ આવ્યા છે. કોલના ઓડિયો રેકોર્ડિંગથી ખુલાસો થયો છે કે કોલ કરનારાએ કહ્યું છે કે ખેડૂતો અને પંજાબના શીખો વિરુદ્ધ નોંધાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટ અને મોદીની મદદ ન કરો. તમારે યાદ રાખવું જોઈએ કે શીખ રમખાણો અને નરસંહારમાં અત્યાર સુધીના એક પણ દોષિતને સજા અપાવી શક્યા નથી.
SFJ એ પીએમના પાછા ફરવાનું લીધુ હતું શ્રેય
અત્રે જણાવવાનું કે 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાછા ફરવાનું શ્રેય પણ શીખ ફોર જસ્ટિસે લીધુ હતું. ખેડૂત આંદોલનને ગેરકાયદેસર રીતે ફંડિંગ કરવામાં પણ શીખ ફોર જસ્ટિસનું નામ સામે આવ્યું હતું.
PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો, SC ના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં થશે તપાસ
અનેક વકીલોને મળી ધમકીભરી ક્લિપ
લગભગ એક ડઝન જેટલા વકીલોએ દાવો કર્યો છે કે તેમને ધમકીવાળી ક્લિપ મળી છે. વકીલ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે. દિલ્હી પોલીસ પણ આ મુદ્દો ગંભીરતાથી લઈ શકે છે.
નોંધનીય છે કે ખાલિસ્તાન સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંહ પન્નુ છે. તેઓ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે વારંવાર ભડકાઉ અને ફેક ન્યૂઝવાળા વીડિયો બહાર પાડ્યા કરે છે. પન્નુની ક્લિપ ભારતમાં અત્યાર સુધીમાં અનેક લોકોને મોકલાઈ ચૂકી છે.
અત્રે જણાવવાનું કે પીએમ નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ માટે કમિટી બનાવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલાની તપાસ થશે. કોર્ટે કહ્યું કે સમિતિમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના ડીજી અને ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ની પંજાબ યુનિટના એડિશનલ ડીજી પણ સામેલ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube