PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો, SC ના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં થશે તપાસ

પીએમ નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થઈ. 

PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો, SC ના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં થશે તપાસ

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ માટે કમિટી બનાવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલાની તપાસ થશે. કોર્ટે કહ્યું કે સમિતિમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના ડીજી અને ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ની પંજાબ યુનિટના એડિશનલ ડીજી પણ સામેલ થશે. 

પંજાબ સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પંજાબ સરકારને ખુબ ફટકાર લગાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે તમે નક્કી જ નથી કરી શકતા કે ચૂક થઈ છે કે નહીં તો કોર્ટમાં કેમ આવ્યા છો? આ બાજુ એસજી તુષાર મહેતાએ કહ્યું કે પીએમ મોદીની સુરક્ષા મામલે એસપીજી એક્ટ (SPG Act) અને બ્લ્યુ બુકનો ભંગ થયો. 

— ANI (@ANI) January 10, 2022

પીએમની સુરક્ષા સંલગ્ન દસ્તાવેજો સુપ્રીમને સોંપવામાં આવ્યા
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન વી રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચ કરી રહી છે. મામલાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે અમને આજે સવારે 10 વાગે પ્રધાનમંત્રીની સુરક્ષા સંલગ્ન દસ્તાવેજો મળ્યા. સુનાવણી સમયે પંજાબ સરકારના વકીલે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ રેકોર્ડ હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસે જમા કરાવી દેવાયા છે. 

શું છે પંજાબ સરકારની આપત્તિ?
પંજાબ સરકારના વકીલે કેન્દ્ર સરકાર તરફથી પંજાબ સરકારના અધિકારીઓને સમન આપવાના નિર્ણય પર આપત્તિ જતાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે તે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે. 

પંજાબ સરકારના વકીલે આ મામલે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ ઈચ્છે તો આ કેસમાં અલગથી તપાસ કમિટી બનાવી દે. અમે તે કમિટીને સહયોગ કરીશું પરંતુ અમારી સરકાર અને અમારા અધિકારીઓ પર હાલ આરોપ ન લગાવવામાં આવે. 

સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાનીઓની ધમકી?
એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાન સમર્થકોએ ધમકી આપી છે. આ કોલ્સ ઈંગ્લેન્ડના નંબરથી કરાયા છે. શીખ ફોર જસ્ટિસ (Sikh For Justice) તરફથી વકીલોને ઓટોમેટેડ ફોન કોલ્સ આવ્યા છે. કોલના ઓડિયો રેકોર્ડિંગથી ખુલાસો થયો છે કે કોલ કરનારાએ કહ્યું છે કે ખેડૂતો અને પંજાબના શીખો વિરુદ્ધ નોંધાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટ અને મોદીની મદદ ન કરો. તમારે યાદ રાખવું જોઈએ કે શીખ રમખાણો અને નરસંહારમાં અત્યાર સુધીના એક પણ દોષિતને સજા અપાવી શક્યા નથી. 

SFJ એ પીએમના પાછા ફરવાનું લીધુ હતું શ્રેય
અત્રે જણાવવાનું કે 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાછા ફરવાનું શ્રેય પણ શીખ ફોર જસ્ટિસે લીધુ હતું. ખેડૂત આંદોલનને ગેરકાયદેસર રીતે ફંડિંગ કરવામાં પણ શીખ ફોર જસ્ટિસનું નામ સામે આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news