સુપ્રીમે શિંદેને આપી શાંતિ અને ઉદ્ધવને અશાંતિ, ચૂંટણીપંચના નિર્ણયમાં સુપ્રીમે આપ્યો આ ચૂકાદો
Eknath Shinde: ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથને શિવસેના પાર્ટીનું નામ અને પ્રતીક ફાળવ્યું છે. ચૂંટણી પંચના આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. એડવોકેટ કપિલ સિબ્બલે કોર્ટમાં ઉદ્ધવ જૂથનો પક્ષ રજૂ કર્યો હતો.
Uddhav Thackeray: ઉદ્ધવ ઠાકરે પાસેથી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ (ધનુષ અને તીર) છીનવી લેવા સામે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શિંદે જૂથને કોર્ટમાંથી રાહત મળી છે. ઉદ્ધવ જૂથ વતી ચૂંટણી પંચના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.
ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથને શિવસેના પાર્ટીનું નામ અને પ્રતીક ફાળવ્યું છે. ચૂંટણી પંચના આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. એડવોકેટ કપિલ સિબ્બલે કોર્ટમાં ઉદ્ધવ જૂથનો પક્ષ રજૂ કર્યો હતો. આ જ સમયે, એનકે કૌલે શિંદે જૂથ વતી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. એનકે કૌલે કોર્ટમાં કહ્યું કે ઉદ્ધવ જૂથે પહેલાં હાઈકોર્ટમાં જવું જોઈએ. તેમના માટે સીધા સુપ્રીમ કોર્ટમાં આવવું ખોટું છે.
કોર્ટે જવાબ આપવા માટે બે અઠવાડિયાનો આપ્યો છે સમય
સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથને નોટિસ પાઠવી છે. કોર્ટે અરજી પર જવાબ દાખલ કરવા જણાવ્યું છે. કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે ચૂંટણી પંચના નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા વિના અમે આ સમયે આદેશ પર સ્ટે આપી શકીએ નહીં. કોર્ટે શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથને જવાબ દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે.
શું છે મામલો?
ઉલ્લેખનીય છે કે, શિવસેના પાર્ટીમાં ગયા વર્ષે ફાટ પડી હતી. એકનાથ શિંદેએ તેમના સમર્થક ધારાસભ્યોને સાથે લઈને બળવો કર્યો હતો. જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં શિવસેનાના એકનાથ શિંદે જૂથે ભાજપના સમર્થન સાથે સરકાર બનાવી હતી.
શિવસેનાના બે જૂથો પક્ષના નામ અને પ્રતીકને લઈને વિવાદમાં છે. મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. 17 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે ચુકાદો આપતી વખતે એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવ્યું હતું. ચૂંટણી પંચના આ નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.