નવી દિલ્હી : કેન્દ્ર સરકારે એસસી-એસટી કર્મચારીઓનાં પ્રમોશનમાં અનામતનો નિયમ લાગુ કરી દીધો છે. આ અંગે દિશા -નિર્દેશ ઇશ્યું કરી દેવામાં આવ્યા છે. શુક્રવારે બહાર પડાયેલા નિર્દેશ અનુસાર તમામ રાજ્ય સરકારો અને વિભાગોને કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટનાં કામચલાઉ આદેશ અનુસાર કાર્યવાહી કરે. સુપ્રીમ કોર્ટે પોતાનાં ચુકાદામાં કહ્યું હતું કે, આ મુદ્દો હાલ સંવિધાન પીઠ પાસે છે, માટે તેના પર અંતિમ નિર્ણય લેવાનો અધિકાર માત્ર તેની પાસે છે. સંવિધાનપીઠ જ્યા સુધી આ મુદ્દે ચુકાદો નથી આપતી ત્યા સુધી કેન્દ્ર સરકાર એસસી-એશટી સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત્ત આપતી રહેશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમર ઉજાલામાં છપાયેલા એક અહેવાલ અનુસાર કાર્મિક મંત્રાલયે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ દિશા નિર્દેશ ત્યા સુધી લાગુ રહેશે જ્યા સુધી સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો નથી આવી જતો. તે અગાઉ સુપ્રીમ કોર્ટમાં સુનવણી દરમિયાન સરકારની તરફથી હાજર સોલિસિટર જનરલ મનિંદર સિંહે કહ્યું હતું કે, કર્મચારીઓનાં પ્રમોશનની સરકારની જવાબદારી છે. દેશની અલગ અલગ હાઇખોર્ટનાં ચુકાદાના કારણે કેન્દ્ર સરકાર એસસી-એશટી સમાજનાં કર્મચારીઓને પ્રમોશનમાં અનામત્ત નથી આપી શકતી. તે અંગે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનાં ચુકાદા પર કામ ચલાઉ સ્ટે મુકતા જણાવ્યું કે, સરકાર પ્રમોશનમાં અનામત્ત આપી શકે છે. 

2016માં પ્રતિબંધ લાદી દેવાયો હતો.
કાર્મિક વિભાગે 30 સપ્ટેમ્બર, 2016ના રોજ એક આદેશ બહાર પાડ્યો હતો, જેમાં પ્રમોશનમાં અનામત પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. કારણ કે કેસ કોર્ટમાં હતો. જો કે સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ હવે સરકાર દ્વારા આ આદેશ હટાવી દેવાયો છે. જો કે તે સમય દરમિયાન દલિત સમાજમાંથી આવનારા સરકારી કર્મચારીઓ પ્રમોશનમાં અનામત માટે સરકાર પર દબાણ કરી રહ્યા હતા.