જયેશ ઝાગડ, અકોલા: મહારાષ્ટ્ર (Maharashtra)ના અકોલામાં કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ બાદ પુત્રએ પોતાના જ પિતાના મૃતદેહને લેવાનો ઈન્કાર કરી દીધો. પોતાને કોરોના ન થાય તેથી કરીને પુત્રએ પોતાના પિતાનું મોઢું પણ ન જોયું. જ્યારે આ વાત વિસ્તારના સામાજિક કાર્યકરોને ખબર પડી તો તેમણે પોતે મુસ્લિમ હોવા છતાં મૃતકના હિન્દુ રિતિ રિવાજથી દાહ સંસ્કાર કર્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશ કોરોનાના ભરડામાં, કન્ફર્મ કેસનો આંકડો 1લાખ 45 હજારને પાર, 1 મેની સરખામણીએ ચાર ગણા વધ્યા કેસ


મહાનગરપાલિકાના સ્વચ્છતા અધિકારી પ્રશાંત રાજૂરકરે જણાવ્યું કે બે દિવસ પહેલા એક વૃદ્ધનું કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયું હતું. દસ્તાવેજી કામગીરી બાદ પ્રશાસને મૃતકના ઘરવાળાને જાણ કરી પરંતુ તેમના ઘરેથી કોઈ જ મૃતદેહ લેવા આવ્યું નહીં. જે બાપના કારણે પુત્રને આ ધરતી પર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે પિતાના અંતિમ સમયે જોવા સુદ્ધા ન ફરક્યો. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ જોઈને મનને આઘાત લાગે છે. 


5 વર્ષનો માસૂમ બાળક એકલો વિમાનમાં બેસી 3 મહિના બાદ પહોંચ્યો માતાને મળવા


પ્રશાંતે જણાવ્યું કે મૃતકના ઘરમાં તેમના પત્ની અને પુત્ર છે. પુત્ર નાગપુરમાં રહે છે. જ્યારે તેને પિતાના મોતની જાણ થઈ તો તે અકોલા ગયો પરંતુ તેને કોરોના નઈ જાય તે બીકથી તે પિતાના મૃતદેહને કાંધો આપવાનું તો દૂર રહ્યું, તેમના અંતિમ દર્શન કરવા માટે પણ ન ફરક્યો. 


આ અંગે જ્યારે વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સેવા અને તેમના અંતિમ સંસ્કારના કામમાં લાગેલા જાવેદ ઝકારિયાને જાણ થઈ તો તેમણે તે વૃદ્ધ વ્યક્તિના હિન્દુ રિતિ રિવાજ પ્રમાણે દાહ સંસ્કાર કર્યાં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube