નવી દિલ્હીઃ કર્ણાટકના બિંદૂરની પાસે ટોલ ગેટ પર અચાનક સંતુલન ગુમાવી પહોંચેલી એમ્બ્યુલેસે ચાર લોકોના જીવ લઈ લીધા છે. આ ઘટનાનો એક હચમચાવી દેતો વીડિયો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે રાજ્યના બિંદૂરની પાસે એક ટોલ ટેગ પર અચાનક સંતુલન ગુમાવતી પૂરપાટ એમ્બ્યુલન્સ આવી અને અથડાતા દૂર્ઘટનાનો શિકાર બની હતી. તેમાં ચાર લોકોને ઈજા થઈ હતી. જાણકારી પ્રમાણે ચારેય લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
લોકોએ જણાવ્યું કે એમ્બ્યુલન્સ એક દર્દીને હોન્નાવરા લઈને જઈ રહી હતી અને ટોલ પ્લાઝાના ગેટ પર ઝડપને કારણે પલટી મારી ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદને કારણે રસ્તો ભીનો છે અને આ દરમિયાન ટોલ ગેટ પર તૈનાત કર્મચારી ઝડપથી એમ્બ્યુલન્સને આવતી જુએ છે. તેમણે એમ્બ્યુલન્સની ગતિને જોતા બેરિકેટ્સ ગટાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ એમ્બ્યુલન્સની ગતિ એટલી ઝડપી હતી કે ડ્રાઇવરે સંતુલન ગુમાવી દીધુ અને એમ્બ્યુલન્સ સ્લીપ થઈ ટોલ ગેટ પર બનેલા કાઉન્ટર પર અથડાય હતી. 


ત્યારબાદ આ ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી અને તેના પરિવારજનો રસ્તા પર ઉડીને પડ્યા હતા. તો ટોલ કર્મીને પણ ઈજા થઈ હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube