Coronavirus: શું શાળા કોલેજો ખુલશે? ગૃહ મંત્રાલયે આપ્યો મહત્વનો જવાબ, ખાસ જાણો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે રાતે કહ્યું કે શાળા આને કોલેજો ખોલવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી અને દેશભરમાં હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પર પ્રતિબંધ છે.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે રાતે કહ્યું કે શાળા આને કોલેજો ખોલવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી અને દેશભરમાં હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પર પ્રતિબંધ છે.
મીડિયાના એક વર્ગમાં એવા અહેવાલ હતાં કે મંત્રાલયે તમામ રાજ્યોમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપી છે અને ત્યારબાદ ગૃહ મંત્રાલયના પ્રવક્તા દ્વારા આ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું.
પ્રવક્તાએ ટ્વીટ કરીને કહ્યું કે, 'કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આવો કોઈ નિર્ણય લીધો નથી. દેશભરમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પર પ્રતિબંધ છે.' અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે માર્ચ મહિનાના મધ્યથી જ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે.
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુમાં મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યાં છે. જ્યારે દિલ્હી, પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ સહિત અન્ય રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ નવા કેસ નોંધાયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube