Girls Fighting on Street Viral Video: સોશિયલ મીડિયામાં છાશવારે અનેક વીડિયો વાયરલ થયા કરે છે. કેટલાક વીડિયો જોઈને હસી બસીને બેવડા વળી જવાય તો કેટલાક વીડિયો એકદમ શોકિંગ હોય છે. આવો જ એક શોકિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં શાળાના યુનિફોર્મમાં સજ્જ કેટલીક છોકરીઓ જાહેરમાં રસ્તા પર છૂટ્ટા હાથે મારામારી કરી રહી છે. રસ્તા પર પસાર થતા રાહદારીઓમાંથી ઘણાએ આ ઘટનાને વીડિયોમાં કેદ કરી અને વીડિયો વાયરલ થઈ ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવો દાવો કરાઈ રહ્યો છે કે આ વાયરલ વીડિયોમાં જે છોકરીઓ જોવા મળી રહી છે તે બેંગલુરુની જાણીતી બિશપ કોટન ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે. વિદ્યાર્થીનીઓના બે જૂથ વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો અને ત્યારબાદ પરસ્પર ઝઘડી પડ્યા. શાળાના યુનિફોર્મમાં આવેલી છોકરીઓ આજુબાજુનું ભાન ભૂલીને મારામારી કરવા લાગી. એકબીજાને લાતમલાતી કરતી જોવા મળી. વાળ ખેંચી કાઢ્યા. આ ઘટના જો કે ક્યારની છે તે જાણી શકાયું નથી. આવી રીતે જાહેરમાં લડી પડવા પાછળ કારણ શું હતું તે પણ બહાર આવ્યું નથી. 


વાયરલ વીડિયોમાં છોકરીઓ એકબીજાને લાફા મારતી, વાળ ખેંચતી જોઈ શકાય છે. એક છોકરીને તો ડંડો કાઢતા પણ જોઈ શકાય છે. એક અન્ય છોકરીને જમીન પર પટકી પટકીને માર મારવામાં આવ્યો. ઘટનાસ્થળે કેટલાક છોકરાઓ પણ હાજર હતા. છોકરીઓના બે જૂથ વચ્ચેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ અને રાહગીરોએ મારપીટ પર ઉતરી આવેલી છોકરીઓને છોડાવવાની કોશિશ પણ કરી પરંતુ કોઈ માન્યું નહી. 


Heatwave: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આજકાલ કેમ અસહ્ય ગરમી પડી રહી છે? આ 4 કારણ વિશે ખાસ જાણો 


Gyanvapi Masjid Controversy: AIMPLB ની મહત્વની બેઠક, જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષને કેવી રીતે રોકવો તે માટે બનાવ્યો પ્લાન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube