નવી દિલ્હી: સોશિયલ મીડિયા આવ્યાં બાદથી વીડિયો અને તસવીરો વાઈરલ થવા એ કોઈ નવી વાત નથી. આ માધ્યમથી એવા પણ અહેવાલો સામે આવતા રહે છે જે ચોંકાવી નાખે છે. આવો જ એક કિસ્સો બંગાળના અલીપુરદ્વારથી સામે આવ્યો છે. જ્યાં એક શાળાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં શાળાના ટીચર્સ બોલિવૂડના ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અલીપુરદ્વારની છે જ્યાંની એક શાળાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ શાળાનું નામ બરબીશા ગર્લ્સ હાઈસ્કૂલ છે. અહીં 15 ઓગસ્ટના રોજ એક નવા ગેટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કઈ રીતે મહિલા ટીચર્સ હિંદી ગીત પર ઠુમકા લગાવી રહ્યાં છે. આ વીડિયો વાઈરલ થતા જ લોકોએ ટિપ્પણી કરવા માંડી છે. આ પ્રકારનો ડાન્સ શિક્ષાના મંદિરમાં કોઈ કેવી રીતે કરી શકે. તે પણ જો શાળાના ટીચર્સ જ આ પ્રકારે નાચવા લાગે તો શું કહેવું. 



15 ઓગસ્ટના રોજ સ્કૂલમાં ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંદી ગીતો જોરશોરથી વગાડવામાં આવ્યાં હતાં. જો કે સ્કૂલ પ્રશાસને હજુ આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી. જિલ્લાના શાળા ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે તેઓ શાળા પ્રશાસન પાસે જવાબ માંગશે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસના શિક્ષક સંગઠનના જિલ્લા સભાપતિ કનોજ બલ્લભ ગોસ્વામીનું કહેવું છે કે આ બંગાળની સંસ્કૃતિ નથી. અધિવક્તા મૃદુલ ગોસ્વામીનું કહેવું છે કે શિક્ષકોએ સતર્ક રહેવું જોઈએ.