નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court)  સોમવારે રાજસ્થાનની 36000 ગ્રાન્ટ વગર ચાલતી ખાનગી શાળાઓને સોમવારે નિર્દેશ આપ્યો કે તેઓ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક 15% ઓછી ફી વસૂલ કરે. આ નિર્ણયમાં સ્પષ્ટ કરાયું છે કે ફી ચૂકવી ન શકવાની સ્થિતિમાં કોઈ પણ વિદ્યાર્થીને વર્ચ્યુઅલ કે હાલાત સામાન્ય થવા પર ક્લાસમાં સામેલ થતા રોકી શકાય નહીં કે તેનું પરીક્ષા પરિણામ પણ રોકવું જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટનો આદેશ યથાવત રાખ્યો
સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો. જેમાં રાજસ્થાન વિદ્યાલય (શુલ્ક નિયમન) કાનૂન 2016 અને શાળાઓમાં ફી નક્કી કરવા સંબંધિત કાયદા હેઠળ બનાવવામાં આવેલા નિયમની વેલિડિટીને અપાયેલા પડકારને ફગાવવામાં આવ્યો હતો. 


'6 સરખા હપ્તામાં ફીની ચૂકવણી'
જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની પેનલે 128 પાનાના પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ દ્વારા ફીની ચૂકવણી છ સરખા હપ્તામાં કરાશે. બેન્ચે કહ્યું કે એ વાતનો ઈન્કાર કરી ન શકાય કે મહામારીના કારણે લાગુ પૂર્ણ લોકડાઉનના કારણે અભૂતપૂર્વ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જેની લોકો, ઉદ્યોગ જગત અને સમગ્ર દેશ પર ગંભીર અસર પડી છે. 


'શાળાઓ ઈચ્છે તો વિદ્યાર્થીઓને આપી શકે છે છૂટ'
જસ્ટિસ ખાનવિલકરે ચુકાદામાં ઉલ્લેખ કર્યો કે આ પ્રકારના આર્થિક સંકટમાં મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ ગઈ છે. આ ચુકાદામાં કહેવાયું કે 'અપીલકર્તા (શાળા) પોતાના વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક સત્ર 2019-20 માટે વર્ષ 2016ના કાયદા હેઠળ નિર્ધારિત વ્યવસ્થા મુજબ ફી વસૂલ કરે, પરંતુ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં ન લેવાયેલી સુવિધાઓને ધ્યાનમાં રાખતા ફી 15% ઓછી લેવામાં આવે. જો શાળાઓ પોતાના વિદ્યાર્થીને વધુ છૂટ આપવા માંગે તો આપી શકે છે.'


(અહેવાલ-સાભાર ભાષા)


Corona Update: કોરોના પર રાહતના સમાચાર, સતત ઘટી રહ્યા છે નવા કેસ, જાણો લેટેસ્ટ અપડેટ


West Bengal: હિંસા બાદ BJP સાંસદની ચેતવણી- 'TMC સાંસદો અને CM એ દિલ્હી પણ આવવાનું છે'


સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube