બિહાર ચૂંટણીઃ બીજા તબક્કામાં 54.15% મતદાન, પટના જિલ્લામાં સૌથી ઓછું
બિહાર વિધાનસભા માટે ત્રણ તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂરી થવાની છે. બિહારમાં આજે બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. બીજા તબક્કામાં 54.15 ટકા મતદાન થયું છે.
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માટે બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. બીજા તબક્કાના મતદામાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બિહારમાં લોકો સવારથી મતદાન કેન્દ્રોમાં મત આપવા માટે પહોંચ્યા હતા. બિહારમાં બીજા તબક્કામાં 54 ટકાથી વધુ મતદાન થયું છે.
બિહાર વિધાનસભા માટે ત્રણ તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂરી થવાની છે. બિહારમાં આજે બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. બીજા તબક્કામાં 54.15 ટકા મતદાન થયું છે. તો પ્રથમ તબક્કામાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં લોકોએ જબરદસ્ત મતદાન કર્યું હતું. પ્રથમ તબક્કામાં 55.69 ટકા મતદાન થયું હતું.
MP By-Election: મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં 66.37 % મતદાન, ધાર જિલ્લાની બદનાવર સીટ પર બન્યો રેકોર્ડ
બીજા તબક્કામાં મુઝફ્ફરપુર જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું છે. અહીં 59.98 ટકા મતદાન થયું. આ સિવાય પટના જિલ્લામાં સૌથી ઓછું મતદાન થયું છે. અહીં 48.24 ટકા મત પડ્યા છે. તો બેગૂસરાય જિલ્લામાં પણ મતદાતા વોટ આપવા માટે નિકળ્યા હતા. અહીં 58.67 ટકા મતદાન થયું છે.
આ સિવાય પૂર્વી ચંપારણ જિલ્લામાં 56.75 ટકા, સીતામઢી જિલ્લામાં 57.40 ટકા, સમસ્તીપુર જિલ્લામાં 56.02, સારન જિલ્લામાં 54.15 ટકા, સીવાનમાં 51.88, વૈશાલીમાં 53.46 ટકા મતદાન થયું છે. તો બીજા તબક્કામાં ભાગલપુર જિલ્લામાં 54.85 ટકા, દરભંગામાં 54.15, ગોપાલજંગમાં 55.09, ખગડિયામાં 56.10 ટકા મતતાન થયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે અને પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube