Corona ની બીજી લહેરને કૈલાશ વિજયવર્ગીયએ ગણાવી વાયરલ વોર, કહ્યું- ચીને રચ્યું ષડયંત્ર
ભારત હજુ પણ કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. આ બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ તેને દેશ વિરુદ્ધ ચીનનું ષડયંત્ર ગણાવ્યું છે.
ઈન્દોર: ભારત હજુ પણ કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. આ બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ તેને દેશ વિરુદ્ધ ચીનનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સતત ચીનને પડકાર ફેંકી રહ્યા હતા અને તેના જવાબમાં ચીને વાયરલ વોર (Viral War by China) શરૂ કરી છે.
કોરોનાની બીજી લહેર તપાસનો વિષય- કૈલાશ વિજયવર્ગીય
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ઈન્દોરમાં ઓક્સિજન કોન્સેન્ટ્રેટર વિતરણ કરવા માટે આયોજિત એક સમારોહમાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે કોવિડ-19ની બીજી લહેર સ્વાભાવિક રીતે ફેલાયેલી કે પ્રાયોજિત છે તે તપાસનો વિષય છે. તેમણે વધુમાં કહ્યું કે દુનિયામાં જો ચીનને કોઈએ પડકાર ફેંક્યો હોય તો તે ભારત અને મોદીજી છે.
ભારતના પાડોશી દેશો પર કેમ નથી બીજી લહેરની અસર?
કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે "શું આ ચીનની વાયરલ વોર છે? તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમને લાગે છે કે ભારતમાં પરેશાની પેદા કરવા માટે આ ચીનની વાયરલ વોર છે. કારણ કે ભારતમાં જ કોવિડ-19ની બીજી લહેર શરૂ થઈ છે. જ્યારે બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન કે અફઘાનિસ્તાનમાં તે ફેલાયો નથી."
પીએમ મોદીએ દેશને ઓક્સિજન સંકટમાંથી બહાર કાઢ્યું
દેશમાં ઓક્સિજનની ભારે કમી પર કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને ઓક્સિજન સંકટમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડી નથી. તેમણે કહ્યું કે તમે ઓક્સિજન સંકટ દરમિયાન મોદીજી દ્વારા કરાયેલા કાર્યોની કલ્પના ન કરી શકો. નેવી, સેના અને વાયુસેનાનો ઉપયોગ કરાયો. અને જહાજો અને વિમાનો તથા ટ્રેનોના માધ્યમથી ઓક્સિજન ટેન્કરોને લાવવામાં આવી. શરૂઆતના 4-5 દિવસોમાં આપણને પરેશાની થઈ. આપણને બીજી લહેરની તીવ્રતા અને તેના પ્રભાવ અંગે ખબર નહતી."
Viral Video: જબરો આઈડિયા! ધરતી પર કોરોના નડ્યો તો કપલે વાયરસને ચકમો આપી આકાશમાં કર્યા લગ્ન
બધાએ દેશના પડખે રહવાની જરૂર-વિજયવર્ગીય
કૈલાશ વિજયવર્ગીયએ એમ પણ કહ્યું કે "ચીનની વાયરલ વોર ભારતની પ્રતિષ્ઠા ઓછી કરવા માટે રચાયેલા ષડયંત્રનો ભાગ છે. તેમણે કહ્યું કે આવામાં આપણે રાષ્ટ્ર માટે એકજૂથ થવું જોઈએ. આપણે પાર્ટી નહીં પરંતુ દેશ માટે કામ કરી રહ્યા છીએ."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube