અમદાવાદ : શિવતત્વમાં આગળ જાણીએ શ્રાવણ માસમાં શિવ પુજન અર્ચન અભિષેક ભક્તિ શા માટે ? વર્ષાઋતુ મન અને હૃદયને પ્રસન્ન રાખે એટલે શ્રાવણમાસમાં મન શાંતિનું મહાન ઔષધ ઓમ નમ: શિવાયનો જાપ છે. મંત્ર રૂપી ધ્વની વાયુ સાથે સંમિશ્રીત થાય છે તે વાયુ આખા બ્રહ્માંડમાં પ્રવાહિત થાય છે અને ધીરે ધીરે સમગ્ર વાતાવરણ શાંત અને પવિત્ર  અને એકચિત બને છે. મંત્ર મનને અને ચિંતન કરવાથી આપડા શરીરમાં રહેલા પ્રાણ શુદ્ધ થાય છે. શિવજી પર જળાભિષેક કરવાથી અથવા તો દુધ કે શેરડીનો રસ ચડાવવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચવક્ત્ર પુજન દ્વારા જીવનનાં તમામ દુ:ખોમાંથી મુક્તિ મેળવો...
હવે જાણીએ શિવ-પાર્વતી, મહાદેવ-સતી અને શ્રાવણમાસનો મહિમાં શું છે. એક દિવસ સતી કૈલાસ પર્વત પર ગણેશ, કાર્તિકેયજી, સાથે બેઠા હતા. નારદજીનું આગમન થાય છે. સતિમાં યોગ્ય આદર સત્કાર કરે છે. નારદજી પ્રસન્ન થાય છે. જો કે મહાદેવને નહી જોઇ નારદજી પુછે છે કે દેવાધિદેવ મહાદેવ ક્યાં બિરાજમાન છે. સતિ જણાવે છે કે મહાદેવ ધ્યાન માટે હિમાલય ગયા છે. જો કે નારદજી કુતુહલવશ પુછે છે કે મહાદેવ પોતે દેવોનાં દેવ મહાદેવ છે. તમામ દેવોમાં તે મહાન છે તો તેઓ કોનું ધ્યાન ધરે છે. સતિ માતા કહે છે કે આ અંગે પોતે પણ જાણતા નથી. પરંતુ જ્યારે મહાદેવ પરત ફરશે તેઓ ચોક્કસ પુછશે


શ્રાવણમાં શિવ આરધના: અનેક ગુઢરહસ્યો 'છુપાવતું' શિવ તત્વ...
મહાદેવ જ્યારે ધ્યાન ધરીને પરત ફર્યા ત્યાર બાદ થોડા દિવસો પછી સતિ માંતાએ પુછ્યું કે, દેવાધિદેવ મહાદેવ તમે સ્વયં છો તો પછી તમે કોનું ધ્યાન ધરો છો. ત્યારે મહાદેવે કહ્યું કે, જ્યારે પવિત્ર શ્રાવણ માસ આવશે ત્યારે હું તમને જેનું ધ્યાન ધરુ છું તેના વિશે જણાવીશ. પવિત્ર શ્રાવણમાસ શરૂ થયો ત્યારથી મહાદેવે સતિ માતાને ગુઢ જ્ઞાન આપવાનું શરૂ કર્યું. મહાદેવે જણાવ્યું કે હું પણ જેની ભક્તિકરૂ છું તે પરમ ઓમકાર છે. જેમાં ઉપરનાં ભાગમાં વિષ્ણું બિરાજે છે, નીચેના ભાગે બ્રહ્માં અને પાછળનો ભાગ મારૂ સ્વરૂપ છે. જ્યારે તમામની ઉપર બિંદુ સ્વરૂપે શક્તિ સ્વયં બિરાજમાન છે. આ ત્રિકાળનું જ્ઞાન છે.

સંકલન : શાસ્ત્રી કેતનભાઇ લલિતરાય