અયોધ્યા : ઉત્તરપ્રદેશના અયોધ્યા જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જે 10 ડિસેમ્બર સુધી રહેશે. ડીએમ અનુજ કુમાર ઝાએ તેની માહિતી આપતા કહ્યું કે, આ નિર્ણય રામ જન્મભુમિ - બાબરી મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનવણી અંતિમ તબક્કામાં પહોંચવાને ધ્યાને રાખીને લીધો છે. ડીએમે કહ્યું કે, આગામી મહિને આ વિવાદમાં નિર્ણય આવવાની આશા છે. એટલા માટે શાંતિની દ્રષ્ટી જિલ્લામાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
17 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પુર્ણ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉતરાખંડ : ચમોલીમાં નદીમાં વાહન ખાબક્યું, 8 લોકોના મોત, 5 ઘાયલ
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનવણી દશેરાની રજા બાદ સોમવારે ફરી એકવાર ચાલુ થશે. ગત્ત 6 ઓગષ્ટથી જ ચાલી રહેલી સુનાવણીમાં હવે મુસ્લિમ પક્ષ પોતાની દલીલ રજુ કરી રહ્યું છે જે 14 ઓક્ટોબર સુધી ચાલશે. આ મુદ્દે સુનવાણી કરી રહેલા 5 જજોની સંવિધાન પીઠે નિશ્ચય કર્યો છેકે 14 ઓક્ટોબરે મુસ્લિમ પક્ષની દલીલ ખતમ થયા બાદ 15 અને 16 ઓક્ટોબરે હિંદૂ પક્ષોને જવાબ આપવાની તક આપવામાં આવશે. તેમ છતા 17 ઓક્ટોબર સુધી સુનાવણીની તમામ કાર્યવાહી પુર્ણ કરી દેવામાં આવશે.


PAK સીમા પર ડ્રોન દેખાય તો કોઇની પરવાનગી વગર તત્કાલ તોડી પાડવા સેનાને આદેશ
પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું, ભારતીય જવાન શહીદ
17 નવેમ્બર સુધી અયોધ્યા કેસમાં ચુકાદો આવવાની આશા
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવતા મહિનાની 17 તારીખ સુધીમાં 2.77 એકરની વિવાદિત જમીન પર અંતિમ ચુકાદો આવી જશે. 17 નવેમ્બરે જ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ રિટાયર્ડ પણ થવાનાં છે જેની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની સંવૈધાનિક ખંડપીઠ મુદ્દે સુનવણી કરી રહ્યા છે. હાલ અયોધ્યાનાં ડીએમએ કહ્યું કે, કલમ 144 લાગુ કરવાનાં નિર્ણય અલગ અલગ તહેવારી ઉત્સવોને ધ્યાને રાખી લાવવામાં આવ્યા છે.


સર્બિયામાં પાકિસ્તાને ઉઠાવ્યો જમ્મુ કાશ્મીરનો મુદ્દો, ભડકેલા થરૂરે ઝાટકણી કાઢી
અલ્હાબાદ હાઇકોર્ટનાં ચુકાદા વિરુદ્ધ દાખલ અપીલ પર થઇ રહી છે સુનાવણી
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ અયોધ્યા જમીન વિવાદ મુદ્દે અલ્હાબાદ હાઇકોર્ટે 2010નાં નિર્ણયની વિરુદ્ધ 14 અપીલો અંગે સુનાવણી કરી રહ્યા છે. સુનાવણી કરી રહેલી સંવૈધાનિક પીઠના સભ્યોમાં ન્યાયમૂર્તિ એસએ બોબડે, ન્યાયમૂર્તી ડી.વાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ.એ નઝીરનો પણ સમાવેશ થાય છે. અલ્હાબાદ હાઇકોર્ટે ચાર અલગ અલગ સિવિલ કેસ અંગે ચુકાદો આપતા વિવાદિત 2.77 એકર જમીનને તમામ ત્રણેય પક્ષ સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાન વચ્ચે સમાન હિસ્સે વહેંચવાનો ચુકાદો આપ્યો હતો.


ઇંસ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ સાથે PM મોદી બન્યા વર્લ્ડ નં.1 નેતા
શું છે 144ના પ્રાવધાન
ડીએમ સીઆરપીસીની કલમ 144 હેઠળ નોટિફિકેશન ઇશ્યું કરે છે. જેના હેઠળ આ પ્રાવધાન કરવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં નિષેધાજ્ઞા લાગુ કરવામાં આવે છે, અહીં 5 અથવા તેનાથી વધારે લોકોને એકત્ર થઇ શકશે નહી. સાથે જ હથિયાર લાવવા લઇ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ કલમનો ઉપયોગ શાંતિ જાળવી રાખવા માટે કરવામાં આવે છે. જ્યારે પણ તંત્રને અંદેશો થાય છે કે વિસ્તારમાં શાંતિ વ્યવસ્થા પર ખરાબ પ્રભાવ પડી શકે છે તો આ કલમ લગાવવામાં આવતી હોય છે.


વાહ સરકાર હોય તો આવી! શહેરમાં પાણી ભરાવા મુદ્દે 22 કર્મચારીઓ પર કાર્યવાહી
નિશેધાજ્ઞા ઉલ્લંઘન અંગે ધરપકડની શક્યતા
આ કલમનું ઉલ્લંઘન કરનારાને પોલીસ કલમ 107/151 હેઠળ ધરપકડ કરે છે. ધરપકડ બાદ તેને વિસ્તારનાં એસડીએમ અથવા એસપી સામે રજુ કરવામાં આવે છે. જો કે આ જામીન પાત્ર ગુનો છે, માટે બેલ બોન્ડ ભર્યા બાદ આરોપી છુટી શકે છે. નિષેધાજ્ઞાની સ્થિતીમાં પોલીસ શંકાસ્પદ વ્યક્તિને ઉઠાવીને બીજા વિસ્તારમાં પહોંચાડી શકે છે.