નિઝામાબાદ(તેલંગાણા): ભાજપના અધ્યક્ષ અમિત શાહે બુધવારે જણાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા મજબૂર બન્યું છે. કેમ કે તે હવે જાણી ચૂક્યું છે કે, પીએમ મોદીએ જવાબી કાર્યવાહી કરવા માટે ભારતીય સુરક્ષા દળોને ખુલ્લી છુટ આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિઝામાબાદ વિસ્તારમાં 5 લોકસભા ક્ષેત્રના ભાજપના પદાધિકારીઓ સાથેની એક બેઠકમાં તેમણે જણાવ્યું કે, ભૂતપૂર્વ યુપીએ સરકારમાં ભારતીય સૈનિકોના માથા કપાઈ ગયા, પરંતુ આ પ્રકારના નિર્દયી કૃત્યનો કોઈ જવાબ અપાયો ન હતો. શાહે જણાવ્યું કે, ઉરી આતંકવાદી હુમલાબાદ મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક સાથે જવાબ આપ્યો હતો. 


અમિત શાહે જણાવ્યું કે, આ જ રીતે પુલવામા હુમલાની ઘટના બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકી કેમ્પો પર હવાઈ હુમલા કરીને બદલો લીધો હતો. આપણી વાયુસેનાએ ત્રણ આતંકી કેમ્પ પર હવાઈ હુમલો કરીને તેમનો સફાયો કર્યો હતો. 


શરમજનક...! BJPના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે જૂતા વડે છુટાહાથની મારામારી


અમિત શાહે જણાવ્યું કે, પાકિસ્તાનને પ્રથમ વખત અહેસાસ થયો છે કે, આતંકવાદ કામ નહીં કરે, તે આતંકીઓની ધરપકડ કરવા અને તેને રોકવા માટે મજબૂર છે... આવું આપણા નેતા નરેન્દ્ર મોદીની રાજકીય ઈચ્છાશક્તિને કારણે થયું છે. 


તેમણે જણાવ્યું કે, પીએમ મોદીએ સંરક્ષણ દળોને પુરતી છૂટ આપી છે. જો ત્યાંથી એક ગોળી આવશે તો આ બાજુએથી બોમ્બથી જવાબ આપવામાં આવશે. ઈંટનો જવાબ પત્થરથી અપાશે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....