જમ્મૂ-કાશ્મીર: સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા 3 આતંકવાદી, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મૂ કાશ્મીર (Jammu and Kashmir)ના અવંતીપોરામાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ મુઠભેડમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓમાંથી એક ઉગ્રવાદીઓના પ્રમુખનો સાથી હતો.
પુલવામા: જમ્મૂ કાશ્મીર (Jammu and Kashmir)ના અવંતીપોરામાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ મુઠભેડમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓમાંથી એક ઉગ્રવાદીઓના પ્રમુખનો સાથી હતો. જ્યારે 2 આતંકવાદીઓની ઓળખ ચાલુ છે. એન્કાઉન્ટર બાદ સુરક્ષાબળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઇએ કે અવંતીપોરાના ગોરીપારા વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ સેનાના જવાનોએ મોડી રાત સુધી વિસ્તારમાં ઘેરાબંધી કરી. પછી આતંકવાદીઓ અને સેના વચ્ચે બંને તરફ જોરદાર ગોળીબારી થઇ. આખરે સુરક્ષાબળોને જીત મળી અને ત્રણ આતંકવાદી ઠાર માર્યા.
આ પહેલાં શુક્રવારે દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના બિજબેહેડાના અરવાની વિસ્તારમાં એક મુઠભેડમાં 2 આતંકવાદી ઠાર માર્યા. આ ઉગ્રવાદીઓએ જમ્મૂ કાશ્મીર પોલીસના એક જવાનનું અપહરણ કરી લીધું હતું. પોલીસના જવાનને સુરક્ષિત છોડાવી લેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube