શોપિયા: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ વહેલી સવારે સાઉથ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકી સંગઠન અલ બદરના 3 આતંકી ઠાર
મળતી માહિતી મુજબ અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓ આતંકી સંગઠન અલ બદર (Al-Badar)ના છે. 3-4 આતંકીઓ સુરક્ષાદળોના ટ્રેપમાં ફસાઈ ગયા. આ જોઈન્ટ ઓપરેશન 44 રાષ્ટ્રીય રાઈફલ્સ અને SOG એ કર્યું. 


એક આતંકીએ સરન્ડર કર્યું
કાશ્મીર ઝોન પોલીસના અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શોપિયાના કિનિગામ વિસ્તારમાં થયું. હાલમાં આતંકી બનેલા અહેમદે સુરક્ષાદળોની સામે હથિયાર હેઠા મૂકી દીધા અને સરન્ડર કર્યું. આ ઉપરાંત અથડામણમાં 3 આતંકીઓ માર્યા ગયા. સર્ચ ઓપરેશન ચાલુ છે. 


કોરોનાની ત્રીજી લહેર હશે ખુબ જ ખતરનાક, આ હશે સૌથી મોટો પડકાર


Covid-19: શું છે આ 6 મિનિટનો વોક ટેસ્ટ અને કોરોનાના દર્દીઓ માટે તે કેમ જરૂરી છે? ખાસ જાણો


Covid 19: કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ચેતવણી- હજુ ત્રીજી લહેર પણ આવશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube