J&K: પુલવામામાં જૈશના 3 આતંકવાદી ઠાર માર્યા, મધરાતથી ચાલી રહ્યું હતું ઓપરેશન
સાઉથ કાશ્મીરમાં પુલવામા (Pulwama) જિલ્લામાં કંગન વાનપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ જૈશ એ મોહમંદ (Jaish e Mohammad)ના 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. મધરાતથી સુરક્ષાબળો અને આતંકવદીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી હતી.
પુલવામા: સાઉથ કાશ્મીરમાં પુલવામા (Pulwama) જિલ્લામાં કંગન વાનપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ જૈશ એ મોહમંદ (Jaish e Mohammad)ના 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. મધરાતથી સુરક્ષાબળો અને આતંકવદીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી હતી. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. સીઆરપીએફ અને 55 રાષ્ટ્રીય રાયફલની સંયુક્ત ટીમ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશનને અંજામ આપ્યું હતું.
તમને જણાવી દઇએ કે ગત 24 કલાકમાં જૈશ એ મોહંમદના 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે. મંગળવારે પુલવામામાં જ સેનાએ જૈશના 2 આતંકવાદીને ઠાર માર્યા હત. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પુલવામામાં સેનાના આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. સીઆરપીએએફ અને રાષ્ટ્રીય રાયફલની જોઇન્ટ ટીમ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન ચલાવ્યું હતું.
તેમણે એ પણ જણાવ્યું હતું કે ગુપ્ત સૂચનાના આધારે જ્યારે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું, તમમા આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ કરી દીધું. ત્યારબાદ બીજી તરફ પણ જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube