નવી દિલ્હી : જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં દેશ વિરોધી નારા લગાવવાનાં મુદ્દે ટુકડે ટુકડે ગેંગને મોટો ઝટકો લાગ્યો છે. આ મુદ્દે આરોપી કન્હૈયા કુમાર પર હવે દેશદ્રોહનો કેસ ચાલશે. દિલ્હીની કેજરીવાલ સરકારે ગૃહ વિભાગને દિલ્હી પોલીસને કનૈયા કુમાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની પરવાનગી આપી છે. દિલ્હી સરકારે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને કનૈયા વિરુદ્ધ દેશદ્રોહની વિવિધ કલમ હેઠળ કેસ ચલાવવા માટેની પરવાનગી આપી દીધી છે. આ ફાઇલ દિલ્હી સરકારનાં ગૃહ વિભાગ પાસે હતી. જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર વર્ષ 2016માં જેએનયુ પરિસરમાં લગાવાયેલા ભારત વિરોધી નારાઓ અને નફરત ફેલાવવાનાં આરોપમાં દિલ્હી પોલીસે એક વર્ષ પહેલા આરોપપત્ર દાખલ કર્યું હતું. આ મુદ્દો સૌથી પહેલા ZEE NEWS દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇડરીયા ગઢમાંથી મળી આવ્યા શિલ્પ, જો કે આ મુર્તિઓ જોઇને સમગ્ર તંત્ર દોડતું થયું

ઉલ્લેખનીય છે કે, 14 જાન્યુઆરીએ પોલીસે કનૈયા કુમાર, જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલીદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત અન્યની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તેના પર આરોપ છે કે 9 ફેબ્રુઆરી 2016નાં રોજ પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે એક જુલુસની આગેવાની કરી અને દેશદ્રોહનાં નારા લગાવ્યા. 
ZEE NEWS નાં વીડિયોને પોલીસે પુરાવા તરીકે સ્વિકાર્યા હતા.


કોંગ્રેસે પૂર્વોત્તર રાજ્યોની અવગણના જ કરી છે, PM મોદીએ અમારો ઉદ્ધાર કર્યો: સોનોવાલ

 આ ઉપરાંત આ કેસમાં બીજા આરોપીઓ જેવા અશ્વતી નાયર, કોમલ મોહિતે, રૈયાઝ ઉલ હક, બાનો જ્યોત્સના લાહિડી, સમર ખાન અને રામા નાગાનાં મોબાઇલ ફોનનાં લોકેશન પણ JNU માં મળી આવી. તમામ લોકો ઉમર ખાલીદ, અનિર્બાન ભટ્ટાચાર્ય અથવા કનૈયા કુમારનાં સંપર્કમાં હતા. તે ઉપરાંત દિલ્હી પોલીસે પોતાનાં આરોપોને સાબિત કરવા માટે તે 13 વીડિયોની મદદ લીધી. જેણે આ સમગ્ર ઘટના રેકોર્ડ હતી અને આ વીડિયોમાં ZEE NEWS નાં વીડિયો ફુટેજ સૌથી વધારે મહત્વપુર્ણ હતી. 


વટ પડે તેવા લગ્ન નહોતા કરવા, તેથી આ સુરતી કપલે રૂપિયા બચાવીને કર્યું એવુ કામ કે....

ZEE NEWS નાં વીડિયો ફુટેજ દિલ્હી પોલીસ માટે સૌથી મહત્વની કડી સાબિત થઇ છે. દિલ્હી પોલીસે તમામ વીડિયોનાં સત્યતાની પૃષ્ટિ લેબમાં કરાવી છે અને સીએફએલ (Central Forensic Science Laboratory) નાં રિપોર્ટ પણ આ ચાર્જશીટમાં સમાવેશ છે. ZEE NEWS આ ઘટનાની તપાસમાં સહયોગ આપવા માટે આ વીડિયો પોલીસને સોંપ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube