નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ કોર્ટમાં રાજદ્રોહના કેસ મામલે સુનાવણી ચાલી રહી છે. આજે આ મામલામાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તે મામલા પર બીજીવાર વિચાર કરી રહી છે અને સુનાવણીને ટાળી શકાય છે. સરકારના તર્ક પર અરજીકર્તાના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે સુપ્રીમ કોર્ટ કાયદાની બંધારણીય માન્યતાની તપાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશદ્રોહના કાયદાને લઈને સર્વોચ્ચ કોર્ટે કેન્દ્ર સરકારને બુધવાર સુધી પોતાનો જવાબ આપવાનું કહ્યું છે. કોર્ટ સમક્ષ સરકારે જણાવવાનું છે કે શું દેશદ્રોહના કાયદાને રોકી શકાય છે અને આ કાયદાની સમીક્ષા દરમિયાન તે હેઠળ આરોપિત લોકોની રક્ષા કરી શકાય છે? એટલે કે કોર્ટે સરકારને પૂછ્યુ કે જ્યાં સુધી કેન્દ્ર આ કાયદાની સમીક્ષા કરે, ત્યાં સુધી તે લોકોના કેસનું શું છે, જે દેશદ્રોહ કાયદા (IPC 124-A) હેઠળ આરોપી છે. આ સિવાય નિર્ણય આવવા સુધી આ પ્રકારના નવા કેસ નોંધાશે કે નહીં? સર્વોચ્ચ કોર્ટે સુનાવણી દરમિયાન તે લોકો પર પણ ચિંતા વ્યક્ત કરી જે પહેલાથી દેશદ્રોહના આરોપો હેઠળ જેલમાં બંધ છે. 


આ પણ વાંચોઃ તજિન્દર બગ્ગાને હાઈકોર્ટે આપી મોટી રાહત, આ તારીખ સુધી પોલીસ ધરપકડ નહીં કરી શકે


સરકારે સુનાવણી ટાળવાની કરી રજૂઆત
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ કે, અમે રાજદ્રોહના કાયદા પર બીજીવાર વિચાર કરી રહ્યાં છીએ. તમે સુનાવણી ટાળી શકો છો. તેના પર કપિલ સિબ્બલે સરકારની દલીલનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે સર્વોચ્ચ કોર્ટ કાયદાની બંધારણીય માન્યતાની તપાસ કરી રહી છે. સિબ્બલે કહ્યુ કે, સર્વોચ્ચ કોર્ટની કાર્યવાહી તેથી ન રોકી શકાય કે સરકાર તેના પર વિચાર કરવાની વાત કરી રહી છે. 


કેટલો સમય લાગશે, ચીફ જસ્ટિસે પૂછ્યો સવાલ
સરકારની દલીલ પર મુખ્ય ન્યાયાધીશ એન વી રમણાએ કહ્યુ કે, અમારી નોટિસ મહિના પહેલાની છે. પહેલા તમે કહ્યું કે બીજીવાર વિચાર કરવાની જરૂર નથી. હવે તમે એફિડેવિટ આપ્યું છે. આખરે તમે કેટલો સમય લેશો?


આ પણ વાંચોઃ જાણીતા સંતુર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન, 84 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ


સરકારે રાજદ્રોહ પર દાખલ કરી હતી એફિડેવિટ
સરકારે ચીફ જસ્ટિસ એનવી રમણા અને જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ન્યાયમૂર્તિ હિમા કોહલીની પીઠમાં દાખલ એફિડેવિટ અનુસાર કહ્યુ હતુ કે તે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 124 એની જોગવાયોના પુનઃ અભ્યાસ અને પુનર્વિચાર કરવાનો નિર્ણય કર્યો છે, જે સક્ષમ મંચ પર હોઈ શકે છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું કે તેને ધ્યાનમાં રાખી ખુબ સન્માન સાથે આ વાત કહેવામાં આવી રહી છે કે માનનીય ન્યાયાલય એકવાર ફરી આઈપીસીની કલમ 124 એની કાયદેસરતાનો અભ્યાસ કરવામાં સમય ન લગાવે અને એક યોગ્ય મંચ પર ભારત સરકાર દ્વારા થનારી પુનર્વિચારની પ્રક્રિયાની મહેરબાની કરી રાહ જોવામાં આવે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube