રસ્તામાં અચાનક દેખાય જાય આ પક્ષી તો મળવા લાગે શુભ ફળ, ગ્રહ દોષ થાય છે દૂર
Seeing Peacock: મોરથી માંડીને મોર પંખ બને માણસની જીંદગીમાં શુભ ગણવામાં આવે છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે મોર કયા સમયે દેખાવવો શુભ ગણવામાં આવે છે અથવા કયા સમયે અશુભ ફળની પ્રાપ્તિ પણ થઇ શકે છે.
Seeing Peacock Good Luck: ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર જ્યાં દેશના માન-સન્માન સાથે જોડાયેલ છે. તો બીજી તરફ ઘણા ધાર્મિક મહત્વ પણ છે. મોરને દિવ્ય પક્ષી ગણવામાં આવે છે. આ ભગવાન કાર્તિકેયનું વાહન પણ છે. જોકે આજકાલ મોરને જોવો ખૂબ દુર્લભ થઇ ગયું છે. શહેરોમાં તો આ ભાગ્યે જ દેખાય છે. પરંતુ તેમછતાં મોર અચાનકથી ક્યારેય દેખાય જાય તો આ ખૂબ શુભ ગણવામાં આવે છે. મોરનો સંબંધ દરેક ગ્રહ સાથે માનવામાં આવે છે. તેના પીંછાથી દરેક પ્રકારના ગ્રહ દોષને દૂર કરવામાં મદદ મળે છે.
ઘરે મોર
તમારા ઘરમાં સવારે અચાનક મોર આવી જાય તો સમજી લો કે તમારી તો બલ્લે બલ્લે થવાની છે. આમ થવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. આમ થતાં માની લો કે તમારી કિસ્મત ચમકવાની છે અથવા ભાગ્ય ઉદય થવાનો છે. તો બીજી તરફ આ સંકેત ઘરમાં કંઇક મંગળ કાર્ય થવાનું છે.
હદ કર દી આપને: કોલેજમાં યૌવન હિંડોળે ચઢ્યું, આ વીડિયો જોઇને આંખો થઇ જશે પહોળી
સવારે મોર દેખાવવો
ઘરમાંથી નિકળતાં જ જો તમને અચાનક સવાર સવારમાં મોર દેખાય જાય તો સમજી લો કે તમારો દિવસ શુભે રહેવાનો છે. ખાસકરીને ઓફિસ અથવા કાર્યક્ષેત્રમાં ખૂબ ફાયદો મળશે. સવાર સવારમાં મોરનો અવાજ સંભળાય અથવા મોર પંખ દેખાવવું પણ શુભ ગણવામાં આવે છે.
આ SUV એ બધાના ઉડાવ્યા હોશ, આંખો બંધ કરીને ખરીદી રહ્યા છે લોકો, બસ આટલી છે કિંમત
નાચતો મોર
નાચતો મોર પણ સરળતાથી જોવા મળતો નથી, પરંતુ આમ થતાં તમે ભવિષ્યને લઇને સજાગ થઇ શકો છો. નાચતો મોર તમારા ભવિષ્યમાં આવનાર સમસ્યાઓથી અવગત કરાવે છે. તો બીજીતરફ તેનો અર્થ એ થાય છે કે તમારા જીવનમાં કંઇક નવું થવાનું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)