આ SUV એ બધાના ઉડાવ્યા હોશ, આંખો બંધ કરીને ખરીદી રહ્યા છે લોકો, બસ આટલી છે કિંમત
Maruti Brezza SUV: દેશમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન બીજી અને ત્રીજી સૌથી વધુ વેચાયેલી એસયૂવીની વાત કરીએ તો તે ક્રમશ: ટાટા નેક્સન અને હ્યુંડઇ ક્રેટા રહી છે.
Trending Photos
Maruti Brezza SUV: ભારતમાં થોડા સમયથી એસયૂવી ખૂબ લોકપ્રિય થતી જાય છે. એસયૂવી ખરીદનારા ગ્રાહકો વધી રહ્યા છે અને તેમના વેચાણમાં પણ વધારો થઇ રહ્યો છે. એવામાં જો ફક્ત ગત સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો એસયૂવી સેગમેંટમાં મારૂતિ સુઝુકી બ્રેઝા એસયૂવીનું સૌથી વધુ વેચાણ થયું છે. એસયૂવી સેગમેંટમાં સૌથી વધુ વેચાણ છે. સપ્ટેમ્બર 2022 માં મારૂતિ સુઝુકીએ નવી બ્રેઝા કોમ્પેક્ટ એસયૂવીની 15,445 યૂનિટ વેચ્યા છે જ્યારે એક વર્ષ પહેલાં સપ્ટેમ્બરના મહિનામાં જ તેના ફક્ત 1,874 યૂનિત વેચાયા હતા.
તો બીજી તરફ આ ઉપરાંત દેશમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન બીજી અને ત્રીજી સૌથી વધુ વેચાયેલી એસયૂવીની વાત કરીએ તો તે ક્રમશ: ટાટા નેક્સન અને હ્યુંડઇ ક્રેટા રહી છે. આ દરમિયાન ટાટા નેક્સનના કુલ 14,518 યૂનિટ્સ વેચાયા છે જ્યારે ગત વર્ષે તેની 9,211 યૂનિટ્સ વેચાયા હતા. તો બીજી તરફ હ્યુંડાઇ ક્રેટાની સપ્ટેમ્બર 2022 માં 12,866 યૂનિટ્સ વેચાયા છે જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં 8,193 યૂનિટ્સ વેચાયા હતા.
Maruti Brezza SUV એ ઉડાવ્યા બધાના હોશ!
અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇ 2022 માં બ્રેજાના ફેસલિફ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારબાદથી તેને ગ્રાહકોની સારી પ્રતિક્રિયાઓ મળી રહી છે. કંપનીને તેના 1 લાખથી વધુ બુકિંગ મળી ચૂકી છે. તેના લીધે તેના વેચાણમાં ઉછાળો આવ્યો છે. નવી બ્રેઝા એસયૂવીની કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થઇને 13.96 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) સુધી જાય છે.
બ્રેઝામાં 1.5 લીટર પેટ્રોલ એન્જીન મળે છે, જે 103 પીએસ પાવર અને 137 એનએમ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશનનો ઓપ્શન મળે છે. આ 20.15 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ આપી શકે છે. તેના ફેસલિફ્ટમાં કંપનીએ સનરૂફ,360 ડિગ્રી કેમેરા અને હેડ-અપ-ડિસ્પ્લે જેવા ઘણા નવા ફીચર્સ ઓફર કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે