નવી દિલ્હીઃ સીબીઆઈના પ્રમુખ આલોક વર્માને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. વડા પ્રદાન મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સિલેક્ટ કમિટીમાં 2-1ની બહુમતિથી આ નિર્ણય લેવાયો હતો. આલોક વર્માની ફાયર વિભાગના ડીજી તરીકે બદલી કરવામાં આવી છે. હજુ મંગળવારે જ સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને પદ પર ફરીથી બેસવા દેવા અંગે આદેશ અપાયો હતો. સરકારે તેમને લગભગ બે મહિના પહેલા ફરજિયાત રજા પર ઉતારી દીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવર્ણ અનામતઃ સંસદમાં પસાર થવાના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં ફેંકાયો પડકાર


સિલેક્શન પેનલના વડા નરેન્દ્ર મોદી છે. આ ઉપરાંત અન્ય સભ્યોમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ન્યાયાધિશ એ.કે. સિકરી છે. ન્યાયાધિશ એ.કે. સિકરી દેશના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ તરફથી હાજર રહ્યા છે. બુધવારે પણ તેમની બેઠક મળી હતી, પરંતુ તે પરિણામ રહિત રહી હતી. સીબીઆઈના પ્રમુખ વર્મા અને વિશેષ નિદેશક રાકેશ અસ્થાનાએ એક-બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા, ત્યાર બાદ બંનેને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા હતા. 


સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આલોક વર્માએ બુધવારે સીબીઆઈના વડાનો ચાર્જ સંભાળી લીધો હતો અને ચાર્જ લેતાની સાથે જ તેમણે એમ. નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવેલી મોટાભાગની બદલીઓ રદ કરી દીધી હતી. એમ. નાગેશ્વર રાવને આલોક વર્માની ગેરહાજરીમાં વચગાળાના સીબીઆઈ વડા તરીકે નિયુક્ત કરાયા હતા. 


ભારતના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...