નવી દિલ્હીઃ દુનિયામાં સેમીકંડક્ટર કેપિટલ તરીકે ઓળખ ધરાવનાર તાઇવાનની કંપની ફોક્સકોનની સાથે ભારતીય કંપની વેદાંતાએ જોઈન્ટ વેન્ચરની જાહેરાત કરી છે. તે હેઠળ ગુજરાતમાં એક સેમીકંડક્ટર પ્લાન્ટની સ્થાપના થશે. કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી ભારત સેમીકંડક્ટરની જરૂરીયાતને પૂરી કરી શકશે અને બીજા દેશોમાં એક્સપોર્ટ કરવાની સ્થિતિમાં પણ હશે. ભારતની આ ડીલ દેશ માટે તો ફાયદાકારક છે પરંતુ ચીન જેવા વિરોધીઓની ચિંતા વધવાની છે. અમદાવાદની પાસે બનનારા આ પ્રોજેક્ટ પર 1.54 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. સંયુક્ત ઉપક્રમમાં વેદાંતાનો ભાગ 60 ટકા હશે, જ્યારે તાઇવેનની કંપનીની 40 ટકા ભાગીદારી હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત તરફથી કેટલીક છૂટછાડ ઈન્ડસ્ટ્રીઝને આપવામાં આવી તો પછી ઇલેક્ટ્રોનિક સામાનની આયાતમાં 40 ટકા સુધીની કમી આવશે. ભારતમાં ઇલેક્ટ્રોનિક સામાનનો મોટો ભાગ ચીનથી આયાત થાય છે. તેવામાં આ ડ્રેગન માટે મોટો ઝટકો હશે કારણ કે ભારત સેમીકંડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક સામાનની મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર બની શકશે. પરંતુ ભારતે તે માટે થોડી ઉદારતા દેખાડવી પડશે. સેમીકંડક્ટર બિઝનેસના જાણકાર કહે છે કે સેમીકંડક્ટરના દિગ્ગજ દેશોએ મોટી ચિપ મેકર કંપનીઓને ઈન્સેટિવ આપવા માટે જે રીતે પોતાનો ખજાનો ખોલી દીધો છે, તેમાં ભારત જેવા નવા ખેલાડી માટે ખેલ વધુ મુશ્કેલ હશે. 


આ પણ વાંચોઃ મોબાઈલમાં આ બોલીવુડ અભિનેતાના બરાડા સંભળાવીને દીપડાને ભગાડે છે ખેડૂતો 


કેમ સેમીકંડક્ટરનું દુનિયામાં મહત્વ, ચીન અને અમેરિકા પણ પરેશાન
સેમીકંડક્ટરના મહત્વને તેનાથી સમજી શકાય છે કે સૈન્ય અને આર્થિક બળમાં તાઇવાનથી વધુ મજબૂત હોવા છતાં ચીન તેના પર હુમલાનું જોખમ લેતું નથી. તેનું કારણ છે કે તાઇવાન દુનિયામાં સેમીકંડક્ટર કેપિટલ છે અને તેના હુમલાથી ચીનની ટેક કંપનીઓ પ્રભાવિત થશે. આજે મોબાઇલ, કાર, ટીવી, રેડિયો સહિત તમામ ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં સેમીકંડક્ટરનો ઉપયોગ થાય છે. તેનાથી સમજી શકાય છે કે જો તેનું ભારતમાં ઉત્પાદન થવા લાગે તો પછી ટેક સેક્ટરમાં તેની શું તાકાત હશે. 


ભારતની આત્મનિર્ભરતા કેમ હશે ચીન માટે ચિંતા
હવે આ મામલામાં ચીન નંબર વન પર છે. ચીનની અર્થવ્યવસ્થામાં ચિપ એક્સપોર્ટનો મોટો ભાગ છે કે જે રીતે ડ્રેગને અમેરિકા સહિત દુનિયાના તમામ દેશોને સિલિકોન ચિપ વેચીને પોતાનો ખજાનો ભર્યો છે. ચીન અને ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળા દેશ છે. ભારતમાં તેનો વપરાશ ખુબ વધુ છે અને તે માટે આયાત પર નિર્ભર છે, જેનો સીધો લાભ ચીન લે છે. તેવામાં ભારતની આત્મનિર્ભરતા તેને તાકાત આપશે તો ચીનના બિઝનેસને નુકસાન થશે. 


આ પણ વાંચોઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં સામેલ થવા લંડન જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ


અનિલ અગ્રવાલ બોલ્યા- સિલિકોન વેલી થોડી વધુ નજીક આવી ગઈ
તેને વેદાંતા ગ્રુપના મુખિયા અનિલ અગ્રવાલના ટ્વીટથી સમજી શકાય છે. આ કરારને લઈને તેમણે ટ્વીટ કર્યું, 'ભારતની પોતાની સિલિકોન વેલી એક ડગલું વધુ નજીક આવી ગઈ છે. ભારત ન માત્ર હવે પોતાના લોકોની ડિજિટલ જરૂરીયાતોને પૂરી કરી શકશે પરંતુ બીજા દેશોમાં પણ મોકલી શકશે. ચિપ મંગાવવાથી ચિપ બનાવવાની આ યાત્રા હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.' અન્ય એક ટ્વીટમાં અનિલ અગ્રવાલ લખે છે કે, ઈતિહાસ બની ગયો છે. આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે વેદાંતા અને ફોક્સકોનના સેમીકંડક્ટર પ્લાન્ટની સ્થાપના ગુજરાતમાં થશે. વેદાંતા તરફથી 1.54 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. તેનાથી ભારતનું આત્મનિર્ભર સિલિકોન વેલી બનવાનું સપનું પૂરુ થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube