કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ કહ્યું- મોદી બાદ ભાજપ ટકશે નહીં, G-23 નેતાઓ ઉપર પણ કાઢ્યો બળાપો
પાંચ રાજ્યોની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસમાં મંથન અને બેઠકનો દોર ચાલુ છે. આ 5 રાજ્યોમાંથી એક રાજ્ય પંજાબમાં કોંગ્રેસની સત્તા હતી તે પણ હવે ગુમાવી દીધી છે.
નવી દિલ્હી: પાંચ રાજ્યોની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસમાં મંથન અને બેઠકનો દોર ચાલુ છે. આ 5 રાજ્યોમાંથી એક રાજ્ય પંજાબમાં કોંગ્રેસની સત્તા હતી તે પણ હવે ગુમાવી દીધી છે. આવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ હારથી હતાશ થયેલી પાર્ટીના ઘા પર મલમ લગાવવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે ભાજપ અને બીજા પક્ષો આવતા જતા રહેશે. ફક્ત કોંગ્રેસ જ એકમાત્ર એવી પાર્ટી છે જે હંમેશા રહેશે. આ સાથે જ તેમણે પાર્ટી નેતાઓને સત્તામાં પાછા આવવા માટે પોતાના એટીટ્યૂડમાં ફેરફાર કરવા પણ જણાવ્યું.
આશા ન ગુમાવવાની કરી વાત
મોઈલીએ કહ્યું કે ચૂંટણીમાં જીતવા માટે કોંગ્રેસ નેતાઓએ જિંદગી, સમાજ અને દરેક ચીજ પ્રત્યે પોતાના એટીટ્યૂડમાં ફેરફાર લાવવો જોઈએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશા રહેનારી પાર્ટી છે. આપણે દલિતો માટે કામ કરવાનું છે અને આશા ગુમાવવાની નથી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube