આશાસ્પદ યુવતી પ્રેમમાં પાગલ પ્રેમીની ક્રૂરતાનો ભોગ બની, જીવ ગુમાવ્યો
પ્રેમમાં પાગલ એક સીનિયર ડૉક્ટરે પોતાની જ જૂનિયર ડોક્ટરને નિર્દયતાથી મારી નાખી અને તેના મૃતદેહને રસ્તાના કિનારે આવેલા એક ખાલી પ્લોટમાં ફેંકી દીધો. આગ્રા (Agra) ના સરોજિની નાયડુ મેડિકલ કોલેજની જૂનિયર ડૉક્ટર યોગિતા ગૌતમની હત્યા (Murder) નો ચોંકાવનારો ખુલાસો થયો છે. જાલૌનના મેડિકલ ઓફિસર અને યોગિતા સાથે સાત વર્ષથી રિલેશનમાં રહેતા ડોક્ટર વિવેક તિવારીએ તેની હત્યા કરી હતી.
આગ્રા: પ્રેમમાં પાગલ એક સીનિયર ડૉક્ટરે પોતાની જ જૂનિયર ડોક્ટરને નિર્દયતાથી મારી નાખી અને તેના મૃતદેહને રસ્તાના કિનારે આવેલા એક ખાલી પ્લોટમાં ફેંકી દીધો. આગ્રા (Agra) ના સરોજિની નાયડુ મેડિકલ કોલેજની જૂનિયર ડૉક્ટર યોગિતા ગૌતમની હત્યા (Murder) નો ચોંકાવનારો ખુલાસો થયો છે. જાલૌનના મેડિકલ ઓફિસર અને યોગિતા સાથે સાત વર્ષથી રિલેશનમાં રહેતા ડોક્ટર વિવેક તિવારીએ તેની હત્યા કરી હતી.
Covid-19: કોરોના પર દિલ્હીથી આવ્યા સારા સમાચાર, Sero Survey થી થયો આ મહત્વનો ખુલાસો
ડૉક્ટર વિવેક તિવારીએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. અટકાયતમાં લીધા બાદ તેણે કહ્યું કે તેનો યોગિતા સાથે ઝગડો થયો હતો અને ત્યારબાદ ગુસ્સામાં તેણે યોગિતાનું ગળું દબાવી દીધુ હતું. ત્યારબાદ જ્યારે તેને એવું લાગ્યું કે યોગિતાનું મોત નથી થયું તો ગાડીમાં રાખેલા ચાકૂથી તેને તડપાવી તડપાવીને મારી નાખી અને ડેડબોડી એક ખાલી પ્લોટમાં ફેંકી દીધો.
આગરાના એસએસપીએ જણાવ્યું કે ડૉક્ટર વિવેકે આ વાત પોલીસને જણાવી છે કે 7 વર્ષથી યોગિતા સાથે રિલેશનશીપમાં હતો. વિવેકે એ વાત પણ સ્વીકારી છે કે તે યોગિતાને મળવા માટે જાલૌનથી આગ્રા આવતો હતો. આ વખતે તે જ્યારે આગ્રા આવ્યો તો યોગિતા સાથે કારમાં જ તેનો કોઈ વાતે ઝગડો થઈ ગયો.
આગ્રાના એસએન મેડિકલ કોલેજમાં સ્ત્રી રોગ વિભાગમાંથી પીજી કરી રહેલી ડૉક્ટર યોગિતાનો મૃતદેહ બુધવારે ડૌકી વિસ્તારમાં એક ખાલી પ્લોટમાંથી મળી આવ્યો હતો. તેના મૃતદેહની ઓળખ થતા યોગિતાનો ભાઈ ડોક્ટર મોહિન્દર કુમાર ગૌતમે ડોક્ટર વિવેક તિવારી પર શંકા વ્યક્ત કરી હતી અને તેના વિરુદ્ધ બહેનનું અપહરણનો કેસ દાખલ કર્યો હતો. પોલીસ ટીમે મોડી રાતે ડો.વિવેક તિવારીની અટકાયત કરીને પૂછપરછ કરી તો વિવેકે ગુનો કબુલ કરી લીધો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube