નવી દિલ્હીઃ વિશ્વના કોઈપણ દેશ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન સૌથી પહેલા બને, તે વેક્સિનનું ઉત્પાદન ભારતમાં થશે! તમે ચોંકી શકો આ વાત જાણીને પરંતુ આજે સત્ય છે કે ભારત સિવાય અન્ય કોઈ મોટો દાવેદાર દેશ અત્યાર સુધી વેક્સિન પ્રોડક્શનની રેસમાં નથી. આવું એટલા માટે કારણ કે વેક્સિનના માસ પ્રોડક્શનનો અનુભવ માત્ર ભારતની પાસે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલે કે દુનિયામાં વેક્સિનની શોધ ગમે તે કરી લે, બનાવીશું તો આપણે જ. આ કડીમાં ભારતના સીરમ ઈન્સ્ટિટ્યૂટે ઓક્સફોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિનના ઉત્પાદનનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. જાણકારી અનુસાર, સીરમ ઈન્સ્ટિટ્યૂટ આ વેક્સીનની 2-3 મિલિયન ડોઝ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં બનાવીને તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. 


ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સીનનું નામ ChAdOx1 nCoV-19 છે. આ અત્યાર સુધી બધા પરીક્ષણોમાં અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. સાથે હ્યૂમન ટ્રાયલ દરમિયાન તેની કોઈ ખરાબ અસર શરીર પર જોવા મળી નથી. અત્યાર સુધી વિશ્વની જેટલી પણ કોરોના વેક્સિન ત્રીજા તબક્કાના ટ્રાયલ સુધી પહોંચી છે, તેમાં આ વેક્સિનના સૌથી પહેલા માર્કેટમાં આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 48,916 કેસ, 757 લોકોના મૃત્યુ, સંક્રમિતોની સંખ્યા 13 લાખને પાર


આ વેક્સિનની શોધ સાથે જોડાયેલા નિષ્ણાંતોનું કહેવું છે કે રસી લગાવ્યા બાદ આ વેક્સિન 14 દિવસની અંદર શરીરમાં ઇમ્યૂન સેલ્સ એટલે કે ટી-સેલ્સનું નિર્માણ કરી દે છે અને 28 દિવસની અંદર એન્ટિબોડી બનાવી દે છે. ઓક્સફોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેક્સિનને યૂકેની ફાર્મા કંપની AstraZeneca સહયોગ કરી રહી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ  (Serum Institute of India)ની સાથે આ કંપનીનો કરાર થયો છે. જે હેઠળ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓગસ્ટના છેલ્લા સપ્તાહ સુધી આ કંપનીને 1 કરોડ વેક્સિન તૈયાર કરીને આપશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube