UP Cabinet: CM યોગીએ નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી, જિતિન પ્રસાદને મળી આ જવાબદારી
UP Cabinet: રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. જેમાં સાત નવા મંત્રીઓને શપથ અપાવવામાં આવ્યા હતા.
લખનઉઃ UP Cabinet: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાત નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દીધી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદને ટેક્નિકલ શિક્ષણ વિભાગ આપવામાં આવ્યો છે. જિતિન પ્રસાદ થોડા મહિના પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. ત્યારથી તેમને મંત્રી બનાવવાની અટકળો ચાલી રહી હતી.
રાજ્ય મંત્રી પલટૂ રામને સૈનિક કલ્યાણ, હોમગાર્ડ, પ્રાંતીય રક્ષક અને નાગરિક સુરક્ષા વિભાગ, રાજ્યમંત્રી ડો.સંગીતા બળવંતને સહકાર વિભાગ આપવામાં આવ્યો છે, રાજ્યમંત્રી ધર્મવીર પ્રજાપતિને આદ્યોગિક વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે. રાજ્ય મંત્રી છત્રપાલ સિંહ ગંગવારને મહેસુલ વિભાગની જવાબદારી મળી છે, રાજ્યમંત્રી સંજીવ કુમારને સમાજ કલ્યાણ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ વિભાગ, રાજ્ય મંત્રી દિનેશ ખાટીકને જળ શક્તિ અને પૂર નિયંત્રણ વિભાગની જવાબદારી મળી છે.
ગોવાના પૂર્વ CM ફલેરિયોનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કહ્યું- પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી
ઉત્તર પ્રદેશ મંત્રીમંડળમાં રવિવારે સાત મંત્રીઓએ શપથ લીધા હતા. મંત્રીઓની પસંદગીમાં જાતીય અને પ્રાદેશિક સમીકરણ સાધતા આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવી છે. રાજ્યમાં જે સાત નવા મંત્રી બન્યા છે તેમાં ત્રણનો સંબંધ પછાત વર્ગ, ત્રણ દલિત સમૂહ અનેએક બ્રાહ્મણ સમુદાયથી છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ભાજપ સરકારનો આ ત્રીજો મંત્રીમંડળ વિસ્તાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube