ગોવાના પૂર્વ CM ફલેરિયોનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કહ્યું- પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી


કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા બે પેજના એક પત્રમાં ફલેરિયોએ ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસની સાથે 40 વર્ષોને યાદ કર્યા. સાથે પાર્ટીની પ્રત્યે પોતાના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. 

ગોવાના પૂર્વ CM ફલેરિયોનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કહ્યું- પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી

નવી દિલ્હીઃ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લુઈજિન્હો ફલેરિયોએ આજે રાજ્ય વિધાનસભા સભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને આપેલા પોતાના રાજીનામામાં લખ્યુ કે વર્તમાન સ્થિતિને જોતા મને પાર્ટીનું કોઈ ભવિષ્ય નજર આવી રહ્યુ નથી. 

એવી અટકળો પણ છે કે ફલેરિયો જલદી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માં સામેલ થઈ શકે છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ કે, ગોવાને વિશ્વસનીય વિકલ્પની જરૂર છે. તો આવનારા વર્ષે ગોવામાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા ફલેરિયોનું કોંગ્રેસ છોડવુ અને ટીએમસીનો ગોવા ચૂંટણીમાં રસ દાખવવો પ્રદેશમાં નવું રાજકીય સમીકરણ ઉભુ કરી શકે છે. 

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા બે પેજના એક પત્રમાં ફલેરિયોએ ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસની સાથે 40 વર્ષોને યાદ કર્યા. સાથે પાર્ટીની પ્રત્યે પોતાના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં ફલેરિયાએ ગોવા સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિવાદ પર સવાલ ઉઠાવતા ફલેરિયોએ લખ્યુ કે પાર્ટી તરફથી મને વારંવાર હતોત્સાહિત કરવામાં આવ્યો છે. 

તે લખે છે- 2017 વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા ફલેરિયો લખે છે કે અમે પ્રદેશ ચૂંટણીમાં 17 સીટો જીતી. આપણી પાસે અપક્ષ ધારાસભ્યોનું પણ સમર્થન હતું, પરંતુ આપણા આપસી મતભેદોને કારણે ભાજપ બહુમત સાબિત કરવામાં સફળ રહ્યુ. આ સાડા ચાર વર્ષમાં મેં પાર્ટીને જોડવાનો પ્રયાસ કર્યો પરંતુ હાઈકમાન્ડની નજરઅંદાજી દર વખતે ભારે પડી. 

તેમણે લખ્યુ- અત્યાર સુધી કોઈને આપણા 13 ધારાસભ્યોને નુકસાન માટે જવાબદાર ન ઠેરવાયા. ગોવામાં કોંગ્રેસ હવે પાર્ટી નથી જેના માટે અમે બલિદાન આપ્યું અને લડાઈ લડી. આ આપણા સંસ્થાપકોના દરેક આદર્શ અને સિદ્ધાંતની વિપરીત કામ કરી રહી છે. ફલેરિયાએ પોતાના પત્રમાં રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે. 

તેમણે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી પોતાના ગોવા એકમ માટે બેદરકાર બની ગઈ છે. નેતાઓની એક ટોળી જનતા માટે સારૂ કરવા અને વિચારવાની જગ્યાએ પોતાના વ્યક્તિગત લાભને પ્રાથમિકતા આપી રહી છે. કુલ મળીને આપણે એક મજબૂત વિપક્ષ બનાવવામાં નિષ્ફળ રહ્યા છીએ. તેથી મને લાગે છે કે પ્રદેશમાં હાલ પાર્ટીનું કોઈ ભવિષ્ય નજર આવી રહ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news