Covid Lockdown: લોકડાઉન હતું ત્યારે અસુરક્ષિત યૌન સંબંધના કારણે આટલા લોકો થયા HIV નો શિકાર
Sex In Covid Lockdown: આરટીઆઈ દ્વારા આ ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2020થી 21માં જ્યારે દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો હતો અને દેશમાં લોકડાઉન લાગૂ હતું ત્યારે તે સમયે અસુરક્ષિત સેક્સના કારણે હજારો લોકો HIV નો ભોગ બન્યા.
Sex In Covid Lockdown: આરટીઆઈ દ્વારા આ ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2020થી 21માં જ્યારે દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો હતો અને દેશમાં લોકડાઉન લાગૂ હતું ત્યારે તે સમયે અસુરક્ષિત સેક્સના કારણે 85 હજારથી વધુ લોકો HIV નો ભોગ બન્યા. લોકડાઉન દરમિયાન એક રાજ્ય એવું પણ છે જ્યાં સૌથી વધુ HIV ના કેસ નોંધાયા.
આ રાજ્યમાં સૌથી વધુ કેસ
લોકડાઉન હતું ત્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ HIV ના કેસ નોંધાયા. મહારાષ્ટ્રમાં 10,498 લોકો અસુરક્ષિત યૌન સંબંધના કારણે HIV નો ભોગ બન્યા. જ્યારે બીજા નંબરે આંધ્ર પ્રદેશ રહ્યું. આ દરમિયાન આંધ્ર પ્રદેશમાં 9,521 લોકો HIV થી સંક્રમિત થયા. યાદીમાં ત્રીજા નંબરે કર્ણાટક છે જ્યાં 8,947 લોકો તેનો ભોગ બન્યા. યાદીમાં મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ ક્રમશ 3,037 અને 2,757 કેસ સાથે ચોથા અને પાંચમા નંબરે છે.
મધ્ય પ્રદેશના આરટીઆઈ કાર્યકર ચંદ્ર શેખર ગૌરને નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું કે વર્ષ 2020-21માં અસુરક્ષિત સેક્સના કારણે 85,268 લોકો HIV નો ભોગ બન્યા. NALCO એ જણાવ્યું કે પ્રીપોસ્ટટેસ્ટ કાઉન્સિલિંગ બાદ HIV નો ભોગ બનેલા લોકોએ પોતે આ વાતની જાણકારી આપી.
આંકડાકીય માહિતી મુજબ વર્ષ 2011-12થી 2020-21 વચ્ચે અસુરક્ષિત યૌન ગતિવિધિઓના કારણે રિપોર્ટ કરાયેલા HIV કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો. વર્ષ 2011-12 માં આ સંખ્યા 2.4 લાખ હતી જે 2019થી 20માં ઘટીને 1.44 લાખ થઈ અને વર્ષ 2020-21માં તે વધુ ઘટીને 85,268 થઈ ગઈ છે.
(રિપોર્ટ-ANI)
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube