Sextortion Racket: ગત વર્ષ સપ્ટેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના પુના શહેરમાં બે આત્મહત્યાના કેસ સામે આવે છે જ્યાં 19 વર્ષનો કોલેજ સ્ટુડન્ટ અને અન્ય એક 34 વર્ષનો યુવક ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરે છે. આ બંને કેસમાં તપાસ દરમિયાન છેડા રાજસ્થાનના અલવર જિલ્લા સુધી પહોંચ્યા તો પોલીસ પણ ચોંકી ગઈ. વાત જાણે એમ છે કે આ બંને આત્મહત્યા કેસમાં તપાસ દરમિયાન પોલીસે અલવરમાં એક મોટા સેક્સટોર્શન ગેંગનો ભાંડાફોડ કર્યો. મળતી માહિતી મુજબ જિલ્લાના ગોઠડી ગુરુ ગામમાં આ રેકેટ ચલાવવામાં આવે છે જ્યાં બેઠેલા બદમાશોએ ઈન્સ્ટાગ્રામ દ્વારા પુનાના બે યુવકોને ફસાવ્યા અને વીડિયો કોલિંગ પર અશ્લીલ વીડિયો દેખાડીને બ્લેકમેઈલિંગનો ગંદો ખેલ શરૂ કર્યો. પુના પોલીસના જણાવ્યાં મુજબ બંને યુવકોએ સતત બ્લેકમેઈલથી પરેશાન થઈને જીવન ટુકાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ગોઠડી ગુરુ ગામ સેક્સટોર્શન રેકેટના નામથી હાલ બદનામ થઈ ચૂક્યું છે. જ્યાં અનેક ઘરોમાં આ કામગીરી ચાલતી હોવાની માહિતી મળી છે. આ ગામમાં યુવતીઓને સેક્સટોર્શનની ટ્રનિંગ સુદ્ધા આપવામાં આવે છે. આ મામલે પુનાની દત્તવાડા પોલીસે 2 મહિના પહેલા જ 32 વર્ષના અનવર ખાનની અલવરમાંથી ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી અનવરે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા. મીડિયા રિપોર્ટ મુજબ આ ગામમાં પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, દિલ્હી, યુપી સહિત અનેક રાજ્યોની પોલીસ તપાસ માટે આવી ચૂકી છે અને ગામમાંથી અત્યાર સુધીમાં લગભગ 30થી વધુ યુવાઓની ધરપકડ થઈ છે. 


અનેક ઘરોમાં ચાલે છે બ્લેકમેઈલિંગનો ગંદો ખેલ
અલવરના લક્ષ્મણગઢથી લગભગ 13 કિલોમીટર દૂર વસેલું ગોઠડી ગુરુ ગામડું આજકાલ સેક્સટોર્શન મામલાઓના પગલે ચર્ચામાં છે. જ્યાં અવારનવાર કોઈને કોઈ ઘરમાં અન્ય રાજ્યની પોલીસ તપાસ માટે પહોંચે છે. છેલ્લા ઘણા સમયથી અહીં યુવાઓ અનેક રાજ્યોના લોકોને વોટ્સએપથી વીડિયો કોલ દ્વારા બ્લેકમેઈલ કરવાના કામમાં સંડોવાયેલા છે. લોકોના વોટ્સએપ નંબર પર અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવે છે અને પછી ન્યૂડ વીડિયો દેખાડવામાં આવે છે. આ પ્રકારે જોત જોતામાં તો ગણતરીના સમયમાં રાજસ્થાનનું આ ગામ બ્લેકમેઈલિંગનો અડ્ડો બની ગયું છે. જ્યાં અનેક ઘરોમાં યુવતીઓને આ કામ માટે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. 


શરદ યાદવનું નિધન: નીતિશકુમારે છીનવી લીધો હતો 22 વર્ષ જૂનો બંગલો, RJD પણ રહી હતી ચૂપ


ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ: આ ખેતીએ માલામાલ કરી દીધા, 150 કરોડનું છે ટર્નઓવર


દેશમાં આ રાજ્યને મળ્યો નંબર વનનો તાજ, જાણો ગુજરાતના શું છે હાલ


ટ્રેનિંગ અપાય છે
રિપોર્ટ મુજબ ગામના લોકોનું કહેવું છે કે આરોપી અનવરના ઘર પર છેલ્લા 2-3 વર્ષથી અનેક લોકોની અવરજવર રહી છે અને અહીં છાશવારે યુવતીઓ આવતી જતી રહે છે. એવું પણ ખબર પડી છે કે અનવરે ઘરની ઉપર જ રૂમમાં પોતાની ઓફિસ બનાવી રાખી હતી જ્યાંથી સેક્સટોર્શનના કેસોને અંજામ આપવામાં આવતો હતો. અહીં ઘરમાં યુવતીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી અને તેમને શીખવાડવામાં આવતું કે છોકરાઓને કેવી રીતે ફસાવવા. 


મિત્રતા બાદ બનાવતા અશ્લીલ વીડિયો
સેક્સટોર્શનમાં ફસાવવા માટે કોઈ પણ યુવક સાથે પહેલા તો આ બદમાશ સોશયિલ મીડિયા પ્લેટફોર્મ પર વોટ્સએપ, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરે છે અને પોતાની ઓળખ કોઈ યુવતી તરીકે આપતા. ત્યારબાદ વાતોમાં ફસાવીને વોટ્સએપ નંબર લઈને અશ્લીલ ચેટિંગનો ખેલ શરૂ થતો અને યુવતી બતાવીને પોતાના ફોટા અને વીડિયો મોકલતા. ત્યારબાદ વીડિયો કોલ કરીને ન્યૂડ વીડિયો બનાવતા અને પછી પૈસાની ડિમાન્ડ કરીને બ્લેકમેઈલિંગ શરૂ કરી દેતા હતા. આવા મામલાઓમાં અસલિયતમાં યુવતીઓને જ વચ્ચે રખાતી જ્યાં કોઈ યુવકને ફસાવવામાં સરળતા રહેતી. 


અલવર એસપી તેજસ્વી ગૌતમ કહે છે કે પોલીસે અત્યાર સુધીમાં 193 લોકોને પકડ્યા છે જ્યાં લગભગ 250 થી વધુ બદમાશો દબોચાયા છે. આ ઉપરાંત દર મહિને અલવરમાં 3 રાજ્યોની પોલીસ સેક્સટોર્શન તથા ઓનલાઈન ઠગાઈના મામલાઓમાં રેડ પાડવા માટે આવે છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube