ડિમાન્ડ પર ઉપલબ્ધ કરાવતા હતા ન્યૂઝ Video, મુંબઈમાં સેક્સટોર્શન રેકેટનો પર્દાફાશ
સેક્સટોર્શન માટે સૌથી પહેલા ગેંગ પોતાના શિકારને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા દોસ્તી કરતી હતી. પછી ત્યારબાદ તેને પ્રેમની ઝાળમાં ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ તેને વીડિયો કોલ પર ન્યૂઝ આવવા માટે કહેવામાં આવતું હતું અને તેનો વીડિયો રેકોર્ડ કરી લેવામાં આવતો હતો.
મુંબઈઃ માયાનગરી મુંબઈમાં પોર્નોગ્રાફીનો મામલો હજુ ઠંડો પડ્યો નથી, ત્યાં હવે સેક્સટોર્શન (Sextortion) ને લઈને મુંબઈ પોલીસે મોટો ખુલાસો કર્યો છે, જે પ્રમાણે 100થી વધુ બોલીવુડ સિતારા (Bollywood Celebrities) અને ટીવી સ્ટાર્સને આ રેકેટે પોતાના શિકાર બનાવ્યા હતા. પોલીસે અત્યાર સુધી આ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે.
અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલિંગ
પોલીસે સેક્સટોર્શન ગેંગ (Sextortion Racket) વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ લોકો સોશિયલ મીડિયા દ્વારા સિતારાની નજીક આવતા હતા અને પછી અશ્લીલ વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરતા હતા. તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે આ ગેંગે નેપાળના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.
અનિલ દેશમુખ વિરુદ્ધ CBI ની FIR પર મહારાષ્ટ્ર સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે નકારી અરજી
જાણકારી પ્રમાણે સેક્સટોર્શન માટે સૌથી પહેલા ગેંગ પોતાના શિકારને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા દોસ્તી કરતી હતી. પછી ત્યારબાદ તેને પ્રેમની ઝાળમાં ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ તેને વીડિયો કોલ પર ન્યૂઝ આવવા માટે કહેવામાં આવતું હતું અને તેનો વીડિયો રેકોર્ડ કરી લેવામાં આવતો હતો. ત્યારબાદ વીડિયોને જાહેર પ્લેટફોર્મ પર શેર ન કરવાની શરત પર મોટી રકમ વસૂલ કરવામાં આવતી હતી.
નેપાળના બેન્ક ખાતાનો ઉપયોગ
સાઇબર સેલને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે આ આરોપીઓએ એજન્સીથી બચવા માટે નેપાળના એક બેન્ક ખાતાનો ઉપયોગ કર્યો છે. સાઇબર સેલે હવે નેપાળ પ્રશાસનને આ મામલાની જાણકારી આપી બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલી વિગત માંગી છે, જેથી આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube