અનિલ દેશમુખ વિરુદ્ધ CBI ની FIR પર મહારાષ્ટ્ર સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે નકારી અરજી


સુપ્રીમ કોર્ટે અનિલ દેશમુખને લઈને મહારાષ્ટ્ર સરકારની એક અરજી નકારી દીધી છે. 
 

અનિલ દેશમુખ વિરુદ્ધ CBI ની FIR પર મહારાષ્ટ્ર સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે નકારી અરજી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની તે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો, જેમાં એનસીપી નેતા અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈની એફઆઈઆરમાંથી પોલીસ અધિકારીઓની હદલી અને નિમણૂંક, એક અધિકારીની બહાલીના સંબંધમાં બે પેરેગ્રાફ રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચુડ અને એમ.આર. શાહે કહ્યુ કે, તે એક બંધારણીય અદાલતના નિર્દેશને નબળા ન પાડી શકે, જેણે એજન્સી માટે એક રેખા ખેંચી સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો કે દરેક પાસાની તપાસ થવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે મુંબઈ હાઈકોર્ટના 22 જુલાઈના આદેશમાં હસ્તક્ષેપનો ઇનકાર કરતા અરજી નકારી દીધી છે. 

સર્વોચ્ચ અદાલતે ભાર આપીને કહ્યુ કે, સીબીઆઈએ આરોપોના બધા પાસાની તપાસ કરવી છે અને તેને સીમિત ન કરી શકાય. આગળ કહ્યુ કે, આ એક બંધારણીય ન્યાયાલયની શક્તિઓને નકારવા જેવું હશે. મહારાષ્ટ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ રાહુલ ચિટનિસે કહ્યુ કે, રાજ્યએ સીબીઆઈ તપાસ માટે સહમતિ પરત લઈ લીધી છે અને તપાસ માટે સર્વોચ્ચ ન્યાયાલયનો નિર્દેશ બાર અને રેસ્ટોરન્ટથી ધન ભેગુ કરવાના આરોપો સુધી સીમિત હતો. 

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમની કલમ 6 હેઠળ સહમતિ લાગૂ થાય છે તો બંધારણીય અદાલત દ્વારા પસાર નિર્દેશોનો ઉદ્દેશ્ય નિષ્ફળ થઈ જશે. ન્યાયમૂર્તિ શાહે આગળ સવાલ કર્યો- કઈ સરકાર તપાસ માટે સહમતિ આપશે જ્યાં તેના ગૃહમંત્રી સામેલ છે. ઉચ્ચ ન્યાયાલયે 22 જુલાઈએ કહ્યું હતું કે સીબીઆઈ પોલીસકર્મીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ તથા મુંબઈ પોલીસ દળમાં વાજેની વાપસીની તપાસ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news