મોદી સરકારે છોડાવ્યા કે શાહરૂખ ખાને?, નેવી સૈનિકો મામલે આવ્યો કિંગખાનનો મોટો ખુલાસો
Shah Rukh Khan: શાહરૂખ ખાનની ટીમ તરફથી એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. હકીકતમાં કતરથી ભારતના આઠ પૂર્વ નેવી અધિકારીને છોડાવવા મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે તેમને મુક્ત કરાવવામાં શાહરૂખ ખાનનો હાથ છે, જેના પર તેમના તરફથી રિએક્શન સામે આવ્યું છે.
નવી દિલ્હીઃ Shah Rukh Khan Share Official Statement: તાજેતરમાં ભારત સરકારે કતરની જેલમાં બંધ આઠ પૂર્વ નૌસૈનિકોને છોડાવી લીધા છે, જેમાંથી સાત સૈનિક ભારત પરત ફર્યાં છે. આ વાતની જાણકારી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ પર આપી છે. તો આ સૈનિકોની ભારત વાપસી પર સુબ્રમણ્યમ સ્વામીએ શાહરૂખ ખાનનો હાથ હોવાનું જણાવ્યું છે.
સ્વામીએ પીએમ મોદીની પોસ્ટ પર જવાબ આપતા લખ્યું- સૈનિકોની મુક્તિમાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનનો હાથ છે, જેને લઈને હવે શાહરૂખ ખાનની ટીમ તરફથી સત્તાવાર નિવેદન આપી તેનું સત્ય જણાવવામાં આવ્યું છે.કિંગ ખાનની ટીમ તરફથી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે નૌસૈનિકોને છોડાવવામાં શાહરૂખ ખાનુું કોઈ કનેક્શન નથી.
શાહરૂખ ખાનની ટીમનું સત્તાવાર નિવેદન
પરંતુ તેને તે વાતની ખુશી છે કે બધા નૌસૈનિકો ભારત પર આવી ગયા છે. શાહરૂખ ખાનની ટીમે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નિવેદન શેર કરતા લખ્યું- કત્તરથી નૌસૈનિકોને છોડાવવામાં શાહરૂખ ખાનનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમે સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે તેમાં કિંગ ખાનનો કોઈ હાથ નથી. આ પૂર્વ નૌસૈનિકોને માત્ર ભારત સરકારને કારણે છોડવામાં આવ્યા છે. તેમાં મિસ્ટર ખાનને કોઈ સંબંધ નથી. સાથે અમે તે જણાવી રહ્યાં છીએ કે ડિપ્લોમેસી અને શાસન કલા આપણા દેશના લીડર્સને સારી રીતે આવડે છે.
પૂર્વ નૌસૈનિકોને છોડવા મુદ્દે નથી કોઈ કનેક્શન
નિવેદનમાં આગળ લખવામાં આવ્યું છે કે, 'મિસ્ટર ખાન અન્ય ભારતીયોની જેમ નેવી ઓફિસર્સની સુરક્ષિત પરત ફરવાથી ખુશ છે અને તેમને શુભકામનાઓ પાઠવે છે.' બીજી તરફ, જો આપણે શાહરૂખ ખાનના કામ વિશે વાત કરીએ તો, તે છેલ્લે રાજકુમાર હિરાનીની 'ડંકી'માં જોવા મળ્યા હતા, જેમાં તેની સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની જેવા કલાકારો હતા.