શાહીન બાગમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીનો સભ્ય, પોલીસ તપાસમાં ખુલાસો
શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જર આમ આદમી પાર્ટીનો સભ્ય છે. આ જાણકારી પોલીસ તપાસમાં સામે આવી છે. દિલ્હી પોલીસે તેને લઈને કેટલિક તસવીરો પણ જારી કરી છે.
નવી દિલ્હીઃ દિલ્હીના શાહીન બાગમાં પ્રદર્શન સ્થળથી થોડે દૂર હવામાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરને લઈને પોલીસે મોટો ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ પ્રમાણે, તે આમ આદમી પાર્ટી (AAP)નો સભ્ય છે. ઘટનાસ્થળથી ઝડપાયેલા આરોપી કપિલ તસવીરમાં પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને કાલકાજીથી ઉમેદવાર આતિશીની સાથે જોવા મળી રહ્યો છે. આ તે સમયની તસવીર છે જ્યારે 2019માં તેણે આપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. 8 ફેબ્રુઆરીએ થનારા મતદાન પહેલા દિલ્હીની રાજનીતિમાં તેનાથી ભૂકંપ આવવાની આશંકા છે.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને પૂછપરછ દરમિયાન કપિલના ફોનમાંથી ઘણી તસવીરો મળી છે, જેમાં આપમાં જોડાવાની તસવીર પણ સામેલ છે. આ તસવીરોમાં કપિલ પોતાના પિતા અને અન્ય લોકોની સાથે આપનું સભ્યપદ લઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાજેશ દેવે જણાવ્યું, 'અમારી શરૂઆતી તપાસમાં કપિલના ફોનમાંથી કેટલિક તસવીરો મળી છે, જેનાથી તે સાબિત થાય છે અને તેણે ખુલાસો કર્યો છે કે તે અને તેના પિતા એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અમે તેને બે દિવસના રિમાન્ડ પર લીધો છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube