નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન તથા ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, શાહીન બાદ કોઈ જગ્યા નથી, પરંતુ એક વિચાર છે. આ ટુકડે-ટુકડે ગેંગ અને મોદી વિરોધીઓનું મંચ છે જ્યાં માસૂમ બાળકોમાં પણ વડાપ્રધાન વિરુદ્ધ ઝેર ભરવામાં આવે છે. પ્રસાદે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, નાગરિકતા કાયદાની કઈ જોગવાઈ પર વાંધો છે, તે આજ સુધી કોઈ જણાવી શક્યું નથી, છતાં પણ વિરોધ ચાલી રહ્યો છે. તેમણે પૂછ્યું કે સંસદમાં સંપૂર્ણ લોકશાહી પ્રક્રિયાથી પાસ કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યા બાદ પણ ધરણા પર બેસવાનો શું અર્થ છે? પ્રસાદે શાહીન બાગના પ્રદર્શનકારીઓ પર બહુસંખ્યક શાંતિપ્રિય વસ્તીને દબાવવાનો પણ આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગ્યા નહીં વિચાર છે શાહીન બાગઃ પ્રસાદ
પ્રસાદે કહ્યું, 'શાહીન દિલ્હીનો એક વિસ્તાર નથી, શાહીન બાગ ભૂગોળનો એક ટુકડો નથી. શાહીન બાગ એક વિચાર છે, જ્યાં ભારતના ઝંડા અને ભારતના બંધારણનું કવર છે અને ભારતને તોડનારને મંચ આપવામાં આવે છે. જ્યાં પર ટુકડે-ટુકડે ગેંગ પાછળ ઉભી રહે છે. જ્યાં માસૂમ બાળકેને વડાપ્રધાન વિરુદ્ધ હિંસા માટે ઉશકેરવામાં આવે છે.'


PFI ની કાશ્મીર યૂનિટને મળ્યા 1.65 કરોડ રૂપિયા, રિપોર્ટ દ્વારા થયો ખુલાસો

NPR પર કોંગ્રેસને સવાલ
તેમણે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરના વિરોધ પર પણ કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કોંગ્રેસ સરકારમાં જારી એક નોટિફિકેશન દેખાડતા પૂછ્યું કે શું કોંગ્રેસ કરે તો યોગ્ય અને ભાજપ કરે તો ખોટું થઈ જાય છે? પ્રસાદે કહ્યું, '15 માર્ચ, 2010નું નોટિફિકેશન છે. ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને ચિદમ્બરમ ગૃહપ્રધાન. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે અમે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરને લાગૂ કરવા જઈ રહ્યાં છીએ. તમે કરો તો યોગ્ય? ત્યારે સરકારની પાછળ વામદળ, મુલાયમ સિંહ યાદવની સમાજવાદી પાર્ટી અને લાલૂ યાદવની પાર્ટી આરજેડી પણ હતી.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...